પ્રતિજ્ઞાઓ અને ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે લોકો ઘણીવાર મુશ્કેલ માર્ગમાંથી પસાર થઈને ભગવાનને ખુશ કરવાનો પ્રયાસ કરે છે. વીડિયોમાં હાથીની મૂર્તિની નીચે ફસાયેલો આ વ્યક્તિ પણ આવું જ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તેનો પ્રયાસ ત્યારે મુશ્કેલીમાં ફેરવાઈ ગયો જ્યારે તે હાથીની મૂર્તિના ચાર પગ વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ દરેક રીતે બહાર નીકળવાનો પ્રયાસ કરે છે પરંતુ વારંવાર નિષ્ફળ જાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો અમરકંટકનો છે, જ્યાં હાથીની આ મૂર્તિ છે અને માનવામાં આવે છે કે ત્યાંથી પસાર થવાથી ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ મૂર્તિની નીચે જગ્યા એટલી ઓછી છે કે લોકો વારંવાર ફસાઈ જાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા પણ આવું બન્યું છે.