Published by : Rana Kajal
- પહેલા કિરણ પટેલ ત્યાર બાદ સંજય રાય અને હવે વિરાજ પટેલ…ત્રણે ઠગોએ ગુજરાતને બેઝ બનાવ્યો …
હાલના દિવસોમાં ઍક પછી ઍક મહાઠગોના કૌભાંડો ઍક પછી ઍક બહાર આવી રહ્યા છે. જેમ કે કિરણ પટેલ ત્યાર બાદ સંજય રાય અને હવે વિરાજ પટેલ ના ઠગાઈ અંગેનાં કૌભાંડો સપાટી પર આવી રહ્યા છે.આ ત્રણે ત્રણ ઠગોના કૌભાંડો માં સીધી કે આડકતરી રીતે ગુજરાત રાજ્યનું કનેક્શન જણાઈ રહ્યું છે.. હાલમાં જ હું CMO નો માણસ છુ એવી બોગસ વાત કરતા વિરાજ પટેલને પોલીસે પકડી તેની સામે વડોદરાના ગોત્રી પોલીસ મથક ખાતે ફરીયાદ નોધવામાં આવી છે. આ બનાવ અંગે પીએસઆઈ આર.એન. બારીયાએ જણાવ્યું કે નીલાંબર સર્કલ આવેલ પિવીઆર સિનેમામા ઝઘડો થતા પોલીસ ધટના સ્થળે પહોચી ગઇ હતી. જ્યાં વિરાજ પટેલે પોતાને CMOના માણસ તરીકે ઓળખ આપી હતી. તેણે એમ પણ જણાવ્યું હતું કે તે ગાંધીનગર ગિફ્ટ સિટી મા પ્રેસિડન્ટ છે તેમજ તેમની સાથેના ફરહાના ઉર્ફે મહિખાનની બ્રાંડ એમ્બસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે પરંતું તેમને ધમકી મળી હોવાના કારણે તેઓ ચાર દિવસથી હોટલ વિવાંતા માં રોકાયેલા છે તે સાથે પોલીસે વિરાજ પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ માંગતા અને સાથેજ CMO ઓફિસમા તપાસ કરતા વિરાજ પટેલે ખોટી ઓળખ આપી હોવાનું જણાતા તેની સામે ખોટા નામના ઓળખ પત્ર બનાવી તથા CMO ની ખોટી ઓળખ આપવા બાબતે ગુનો નોંધવામાં આવ્યો હતો.