Published by : Rana Kajal
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિનીની અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પોલીસમા નોંધાયેલ ગુનામા આરોપી હોવાથી જંબુસરથી ધરપકડ કરવામાં આવી હતી. કાશ્મીરમાં PMOના અધિકારીની ખોટી ઓળખ આપો છેતરપિંડી કરનાર મહાઠગ કિરણ પટેલના વિવિઘ કારનામા સપાટી પર આવી રહ્યાં છે ત્યારે કિરણ પટેલ વિરૂદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમા એક ફરીયાદ નોંધાઈ હતી. જેમા પુર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવવા અંગે ખોટો દાવો કરીને નોટિસ મોકલી હતી. જે અંગે પુર્વ મંત્રીના ભાઈ એ નોંધાવેલ ફરિયાદમા કિરણ પટેલ અને તેની પત્ની માલિની આરોપી તરિકે હોવાથી… તેમજ પોલીસને માલિની ભરૂચ જિલ્લાના જંબુસરના રુદ્ર બંગ્લોઝમા સંબધીને ત્યાં હોવાની બાતમી મળતા માલિનીની ધરપકડ કરવામાં આવી હતી.