Published By : Patel Shital
ભરૂચ ખાતે બામસેફ સહિતના દલિત સંગઠનો દ્વારા મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મ જંયતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
બહુજન સમાજના મુક્તિદાતા મહાત્મા જ્યોતિબા ફુલેની જન્મ જયંતિ નિમિત્તે દલિત સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ભરૂચ ખાતે બામસેફ અને ઇન્સાફ સહિતના અન્ય દલિત સંગઠનો દ્વારા સ્ટેચ્યૂ પાર્ક સ્થિત જયોતિબા ફુલેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓના જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં બામસેફના પૂર્વ અધ્યક્ષ બેચર રાઠોડ, નારાયણ વિદ્યાલય શાળાના ડાયરેકટર ડો. ભગુભાઈ પ્રજાપતિ અને આગેવાનો તેમજ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/JYOTIBA-FULE-2-1024x576.jpeg)
તો આવી જ રીતે અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર, ભાજપ દ્વારા મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મ જંયતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જીલ્લામાં દલિત સંગઠનો દ્વારા મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મ જંયતિની ઉજવણી કરવામાં આવી હતી.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/JYOTIBA-FULE-1-1024x576.jpeg)
જેના ભાગરૂપે અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી અને મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર, અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મ જંયતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના આગેવાનો અને મહારાષ્ટ્રીયન સેવા મંડળના સભ્યોએ મહાત્મા જ્યોતિબા ફૂલેની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ ડો. નીતેશ દેવધરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.