Published By:-Bhavika Sasiya
હાલ અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે એક મહાદેવનુ મંદિર એવુ છે જ્યાં મહાદેવના શિવલિંગની નહીં પરંતુ મહાદેવના અંગુઠાની પૂજા કરવામાં આવે છે. અચલેશ્વર મહાદેવ મંદિર પશ્ચિમી રાજસ્થાન ના સિરોહીમાં ઋષિ વશિષ્ઠની તપસ્થલી માઉટ આબુના અચલગઢમાં આવેલ છે. આ પ્રાચિન મંદિરના ઇતિહાસમાં ઘણા રહસ્ય છુપાયેલા છે. કહેવામાં આવે છે કે, પૌરાણિક કાળના માંઉટ આબુ ના અચલગઢમાં એક ઉંડી અને વિશાળ બ્રહ્મ ખાઇ હતી. આ ખાઇમાં ઋષિ વશિષ્ટની ગાય પડી જાય છે. આ સમસ્યાને લઇને ઋષિઓએ દેવતાઓને પ્રાર્થના કરી હતી . જેથી ઋષિ આશ્રમમાં પળવામાં આવતી ગાયના જીવને બચાવી શકાય.ઋષિઓના આગ્રહ પર દેવતાઓએ નંદિવર્ધનને બ્રહ્મ ખાઇને પૂરવાનો આદેશ આપ્યો જેને અર્બુદા નામના સાપે પોતાની પીઠ પર રાખીને ખાઇ સુધી પહોચાડ્યો હતો. પરંતુ અર્બુદા સાંપને આ વાતનો અહંકાર આવી ગયો હતો. કે તેણે સમગ્ર પર્વત પોતાની પીઠ પર રાખ્યો છે એટલા માટે અર્બુદા સર્પ હલવા લાગ્યો અને તેના લીધે પર્તવ પર કંપન શરુ થઇ ગઇ હતી.
મહાદેવે પોતાના ભક્તોની પુકાર સાંભળીને અંગુઠાથી પર્વતને સ્થિર કરી દિધો હતો. અર્બુદા સર્પનો ઘમડ ચકનાચુર કરી દિધો હતો . મંદિરમાં અંગુઠાની પ્રતિમાના સ્થાને શિવના ડાબા પગનો એક જ અંગુઠો છે એટલા માટે આબુને અર્ધકાશી પણ કહેવામાં આવે છે.
અચલેશ્વર મહાદેવ મદિરમાં ભોલેનાથના શિવલિંગની નહી પરંતુ શિવબાબાના અંગઠાની પુજા કરવામાં આવે છે. આ વિશ્વનુ એક માત્ર એવુ મંદિર છે જ્યા મહાકાલના અંગુઠામાં ગોળ ભૂરા પત્થરની પુજા કરવામાં આવે છે. આ ગોળ પત્થર ગર્ભગ્રહના એક કુંડથી નિકળે છે