Published By : Disha PJB
વડોદરા શહેરની શોભા સમાન શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવ સ્થિત સુવર્ણ જડીત શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઉંચી પ્રતિમા ઉપર કબૂતર બેસીને બગાડે નહિ તે માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી હતી જેનાથી કબૂતર તો દૂર રહે છે પરંતુ હવે સુવર્ણ જડીત શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઉંચી પ્રતિમા ઉપર મધ માખીઓએ ઘર બનાવ્યું છે જેનો વિડિયો સોશ્યલ મિડીયામાં વાયરલ થઇ રહ્યો છે.
શહેરની મધ્યમાં આવેલા સુરસાગરમાં 111 ફૂટ ની સુવર્ણ જડીત શિવજીની પ્રતિમાનો મધમાખી સાથે વાયરલ થયેલ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સુરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની સુવર્ણ જડીત પ્રતિમા ઉપરના ડાબા હાથમાં મધમાખીઓએ પોતાનું ઘર બનાવ્યું છે આ મધપૂડાનો વિડીયો વાયરલ થતાં શ્રધ્ધાળુઓમાં ચર્ચાનો વિષય બન્યો છે અને શ્રધ્ધાળુઓ કૂતુહલવશ લોકો શ્રી સર્વેશ્વર મહાદેવની સુવર્ણ જડીત પ્રતિમા પર લાગેલ મધપુડો જોવા માટે ઉમટી પડ્યા છે.

શ્રી સર્વેશ્વર મહાદેવની સુવર્ણ જડીત પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં મહત્વનો ફાળો આપનાર સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ તેમજ અન્ય શિવ શ્રધ્ધાળુઓ વિડીયો વાઇરલ થતા સ્થળ પર દોડી આવ્યા અને આ અંગે ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, શિવજીની પ્રતિમામાં શિવજીના જે હાથમાં ત્રિશુલ છે. તે ત્રિશુલવાળા હાથમાં મધપુડો થયો છે અને આ મધપુડાથી પ્રતિમાને કોઇ નુકશાન થશે નહિં તેમજ મધપૂડો કેવી રીતે દૂર કરી શકાય તે માટે વિચારણા કરી રહ્યા છે.
ઇનપુટ : દિગ્વિજય પાઠક, વડોદરા.