Published By : Patel Shital
- તંત્રે બતાવી તૈયારી
- ભરૂચ જિલ્લા વહીવટી તંત્રે સિવિલ, તમામ રેફરલ અને આરોગ્ય કેન્દ્ર પર મોકડ્રીલ યોજી
મહામારી કોવિડ-19 ની ફરી હલચલને લઈ ભરૂચ જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્રએ તમામ હોસ્પિટલમાં કોરોના મોકડ્રીલ યોજી તૈયારીઓ અંગે સુસજ્જતા દર્શાવી હતી.

ભરૂચ જિલ્લામાં કોવિડને ધ્યાને લઈ આજરોજ ભરૂચ અને અંકલેશ્વરમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ, હોસ્પિટલની અંદર સ્થાપિત ઓક્સિજન લિક્વિડ મેડિકલ ટાંકી અને ઓક્સિજન વિતરણ નેટવર્કની તપાસ કરવા માટે મોકડ્રીલ હાથ ધરી હતી. સાથે MPGS, ઉપલબ્ધ બેડ, ઓક્સિજન સિલિન્ડર, જરૂરી દવાઓ અને લોજીસ્ટીકની ઉપલબ્ધી, PPE કીટની ઉપલબ્ધી તેમજ ઉપલબ્ધ સ્ટાફની તાલીમ/ ઓરીએન્ટેશન જેવી બાબતો આવરી લઈ તમામ પાસાની ચકાસણી કરાઈ હતી. અંકલેશ્વર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ICU તેમજ ઓક્સિજન લાઈનયુક્ત પથારીઓની વ્યવસ્થા તેમજ ફાયર સેફટીની મોકડ્રીલ કરી કોવિડ-19 અંતર્ગત દર્દીની સારવારને લગતી બાબતોનું પૃથક્કરણ કરી સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાઈ હતી.

ભરૂચ જિલ્લામાં આવેલી તમામ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ તમામ ખાનગી હોસ્પિટલ ખાતે કોવિડ-19 અંતર્ગત મોકડ્રીલ યોજાઈ હતી. મોકડ્રીલના સમયે આરોગ્ય શાખાનો સ્ટાફ, હોસ્પિટલના સ્થાનિક PRI સભ્યોએ હાજરી આપી હતી.