Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAccidentમહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ગોઝારો રોડ અકસ્માત...ગર્ડર મશીન પડવાથી 16 લોકોના કમકમાટી ભર્યા...

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ગોઝારો રોડ અકસ્માત…ગર્ડર મશીન પડવાથી 16 લોકોના કમકમાટી ભર્યા કરુણ મોત નીપજ્યા…

Published By : Parul Patel

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક કરુણ બનાવ બન્યો, જેમા 16 માનવીઓના કરુણ મોત નીપજ્યા હતા…

આ કરુણ ઘટના મુંબઈ નજીકના થાણે જિલ્લાની છે. ઘટનાની જાણ થતાજ NDRF ની 2 ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મળતી માહિતી મુજબ ગર્ડર મશીન પડવાથી 16 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. પોલીસે જણાવ્યું કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. થાણે જિલ્લાના
શાહપુર પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું કે, સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેના ત્રીજા તબક્કાનું નિર્માણ થઈ રહ્યું છે. તે દરમિયાન આજે મંગળવારે વહેલી સવારે શાહપુર નજીક એક ગર્ડર લોન્ચિંગ મશીન પડી ગયું. જેના કારણે 16 લોકોના મોત થયા. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘટના સર્જાતા ઘટનાના સ્થળને ખાલી કરાવવામાં આવી રહ્યું છે.

પોલીસે જણાવ્યું કે, એમ્બ્યુલન્સ અને રહેવાસીઓની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સાથે જ, મૃતદેહોને પણ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જેસીબી અને રેસ્ક્યુ ટીમે ચાર્જ સંભાળી લીધો છે.
એનડીઆરએફના એક અધિકારીએ જણાવ્યું કે, થાણે જિલ્લાના શાહપુર તાલુકામાં એક પુલના સ્લેબ પર ક્રેન પડી હતી. NDRFની બે ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 14 મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ છે. આશંકા છે કે હજુ પણ છ લોકો ગર્ડર નીચે ફસાયેલા છે. મળતી માહિતી મુજબ બ્રિજ તૈયાર કરવા માટે ગર્ડર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક આ મશીન લગભગ 100 ફૂટની ઊંચાઈએથી નીચે પડી ગયું હતું. બ્રિજના બાંધકામમાં ગર્ડર લોન્ચિંગ મશીનનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ હાઇવે અને રેલ પુલના નિર્માણમાં થાય છે. સમૃદ્ધિ હાઇવેનું નિર્માણ મહારાષ્ટ્ર માર્ગ વિકાસ નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે મુંબઈ અને નાગપુરને જોડતો 701 કિલોમીટર લાંબો એક્સપ્રેસવે છે.

શાહપુર પોલીસે જણાવ્યું કે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેના ત્રીજા તબક્કાનું નિર્માણ થઈ રહ્યુ છે. તે દરમિયાન મંગળવારે વહેલી સવારે શાહપુર નજીક એક ગર્ડર લોન્ચિંગ મશીન પડી ગયું, જેના કારણે 16 લોકોના મોત થયા. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ બ્રિજ તૈયાર કરવા માટે ગર્ડર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક આ મશીન લગભગ 100 ફૂટની ઊંચાઈએથી નીચે પડી ગયું હતું. તેથી આ કરુણ હોનારત સર્જાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!