Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAccidentમહારાષ્ટ્રના પુણે-બેંગલુરુ હાઈવે પર બેકાબૂ કન્ટેનરે 48 વાહનોને ટક્કર મારી...

મહારાષ્ટ્રના પુણે-બેંગલુરુ હાઈવે પર બેકાબૂ કન્ટેનરે 48 વાહનોને ટક્કર મારી…

  • 50થી વધુ લોકો ઘાયલ

મહારાષ્ટ્રના પુણે-બેંગલુરુ હાઈવે પર રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ કન્ટેનરે 48 વાહનોને ટક્કર મારતા 50થી વધુ લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી અનુસાર, ઝડપભેર કન્ટેનર સતારાથી મુંબઈ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન અચાનક તેની બ્રેક ફેઈલ થઈ ગઈ. આ પછી, બેકાબૂ કન્ટેનર 30 થી વધુ કારને ટક્કર મારતું આગળ વધતું રહ્યું. આ કારોએ અન્ય કેટલાક વાહનોને ટક્કર મારી હતી. આ રીતે કુલ 48 વાહનોને નુકસાન થયું છે. આ પછી કન્ટેનર વડગાંવ પુલ પાસે અથડાઈને અટકી ગયું. સિંહગઢ અને દત્તવાડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા. ઉપરાંત 12 થી 15 એમ્બ્યુલન્સ પણ અકસ્માત સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સતારાથી મુંબઈ જતા રોડ પર બેથી ત્રણ કિલોમીટર લાંબો જામ સર્જાયો હતો.

પોલીસ કમિશનર સોહેલ શર્માએ જણાવ્યું કે ઘાયલોની સારવાર મંગેશકર અને નવલે હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. એકની હાલત નાજુક છે અને કેટલાકને પ્રાથમિક સારવાર આપી ઘરે જવા દેવામાં આવ્યા છે. તે જ સમયે, આ અકસ્માતમાં કન્ટેનરના ચાલકને પણ ઈજા થઈ છે. તેની સારવાર કરવામાં આવી રહી છે. બ્રેક ફેઈલ થવાના કારણે તેની ધરપકડ કરવામાં આવી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!