મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના હરિહરેશ્વર કિનારે આજરોજ શંકાસ્પદ બોટ તણાઈ આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી દોરડાની મદદ વડે બોટને કિનારે ખેંચી હતી બોટને જપ્ત કરી હતી.પોલીસે બોટમાં તપાસ કરતા તેમાંથી AK-47, રાઈફલ અને કેટલાક કારતૂસ મળી આવ્યા છે.

બોટમાંથી AK-47, રાઈફલ અને કેટલાક કારતૂસ મળી આવતા એન્ટી ટેરર સ્ક્વોડ (ATS)ની પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અને આતંકવાદી ષડયંત્રના એંગલથી વધુ તપાસ હાથ ધરી છે. બોટમાંથી હથિયારો મળી આવતા સુરક્ષાના કારણોસર પોલીસે સમગ્ર જિલ્લામાં કિલ્લેબંધી કરી દીધી છે. અને હાઈએલર્ટ જાહેર કરાયું છે.