Published by : Rana Kajal
- CMએ પીડિત પરિવારોને 5-5 લાખ આપવાની જાહેરાત કરી
મહારાષ્ટ્રના સોલાપુરમાં સોમવારે સાંજે એક ઝડપી કારની ટક્કરથી 7 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં પાંચ મહિલાઓ, બે પુરૂષ અને એક બાળક સામેલ હતા. આ ઘટનાના મળતા અહેવાલો અનુસાર, ભક્તોનું જૂથ કારતક એકાદશી માટે જાથારવાડીથી મંદિરના નગર પંઢરપુર જઈ રહ્યું હતું. આ કારને 75 વર્ષીય વ્યક્તિ ચલાવી રહ્યો હતો. તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો, ત્યારબાદ તેણે ભક્તો પર કાર ચડાવી દીધી.પોલીસે જણાવ્યું કે અકસ્માત સોમવારે સાંજે લગભગ 6.45 વાગ્યે મુંબઈથી લગભગ 390 કિમી દૂર સંગોલા ટાઉન પાસે થયો હતો. 32 શ્રદ્ધાળુઓનો સમૂહ ત્રણ દિવસ પહેલા કોલ્હાપુરથી રવાના થયા હતા. સાંગોલા નજીક એક ઝડપી suvએ પાછળથી આવતા શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા હતા.
અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મૃતકના નજીકના સંબંધીઓને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.