Published by: Rana kajal
- જે પૈકી 12 લોકોના મોત નીપજ્યા…
મહારાષ્ટ્ર રાજ્યમાં આ વર્ષે ગરમીનો પ્રકોપ વધુ જણાઈ રહયો છે ત્યારે રાજ્યમા માર્ચથી જૂન દરમિયાન લૂના 2600કરતા વધુ દર્દીઓ જણાયા હતા. જે પૈકી 12 જણાના મોત નીપજ્યા હતા.દેશમાં આ વર્ષે ગરમીનો પ્રકોપ વધુ જણાયો હતો. ત્યારે મહારાષ્ટ્રમાં પણ દર વર્ષ કરતા આ વર્ષે ગરમી વહેલી શરૂ થઈ ગઈ હતી. ઍક ગણતરી મુજબ મહારાષ્ટ્રમાં માર્ચથી જૂન દરમિયાન 2600 કરતા વધુ લોકોને લૂ લાગી હતી જેમાં વર્ધામાં 334, નાગપુરમાં 317, અને ચંદ્રપુર માં 177 લોકોને લૂ લાગી હતી. લૂ લાગવાના 2600 કરતા વધુ કિસ્સામાં 12 લોકોના મોત નીપજ્યા હતા. મહારાષ્ટ્રના અકોલા અને નાગપુર જિલ્લામા આમ પણ દર વર્ષે દેશમા સૌથી વધુ ગરમીનો પ્રકોપ જણાય છે તેમાં પણ આ વર્ષે ગરમીના પ્રમાણમાં વધારો થયો હતો