Published by : Vanshika Gor
આ વખતે મહાશિવરાત્રીનું વ્રત 18 ફેબ્રુઆરી 2023 એટલે કે આજે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન થયા હતા. મહાશિવરાત્રી પર્વ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી ઉજવવામાં આવે છે. આવો જાણીએ મહાશિવરાત્રિના દિવસે કઇ પ્રવૃત્તિઓ ટાળવી જોઇએ.
૧) કાળા કપડા ન પહેરવા
મહાશિવરાત્રીના દિવસે કાળા કપડા ન પહેરવા. આ દિવસે કાળા કપડા પહેરવા અશુભ માનવામાં આવે છે.મહાશિવરાત્રિ પર સ્નાન કર્યા વિના કંઈપણ ખાવું નહીં. વ્રત ન હોય તો પણ સ્નાન કર્યા વિના ભોજન ન કરવું. શિવલિંગ પર ચઢાવવામાં આવેલ પ્રસાદને સ્વીકારવો નહીં, કારણ કે તે અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી ધનની હાનિ થાય છે.
૨) રાત્રે સૂવું નહીં
શિવરાત્રીના તહેવાર પર મોડે સુધી સૂવું નહીં અને રાત્રે સૂવાનું ટાળવું. રાત્રે જાગરણ દરમિયાન ભગવાન શિવના સ્તોત્રો સાંભળો અને આરતી કરો.
૩) તૂટેલા અક્ષત ચઢાવવા નહિ
ભગવાન શિવની પૂજામાં ભૂલથી પણ તૂટેલા ચોખા ન ચઢાવવા જોઈએ. અક્ષત એટલે અખંડ ચોખા, તે પૂર્ણતાનું પ્રતિક છે. એટલા માટે ભગવાન શિવને અક્ષત અર્પણ કરતી વખતે ધ્યાન રાખો કે ચોખા તૂટી ન જાય.
૪) તૂટેલા બીલીપત્ર ચઢાવવા નહિ
શિવરાત્રિ પર શિવને ત્રણ પાન સાથે બીલીપત્ર અર્પણ કરો અને અર્પણ કરતી વખતે દાંડી તમારી બાજુમાં રાખો. ફાટેલું કે તૂટેલા બીલીપત્ર ન ચઢાવવું જોઈએ.