Published by : Rana Kajal
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આસિસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમના તાલિમાર્થીઓને ડેક્કન ફાઈન કેમિકલ્સ લિમિટેડની સહાયથી સિલાઈમશીન અર્પણ કરાયા હતા.
CSR પ્રોગ્રામ હેઠળ ડેક્કન ફાઈન કેમિકલ્સ લિમિટેડ દ્વારા ભરૂચની સુપ્રસિદ્ધ સ્કિલ ટ્રેંનિગ સંસ્થા જન શિક્ષણ સંસ્થાનના માધ્યમથી ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ માછી ખારવા સમાજની બહેનો માટે આસિસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં ૪૦ બહેનોએ સંતોષકારક તાલીમ પૂર્ણ કરતા તમામ બેહેનોને ડેક્કન ફાઈન કેમિકલ્સ લિમિટેડ દ્વારા ફુલ શટલનાં પ્રોફેસનલ સિલાઈ મશીન વિનામૂલ્યે અર્પણ કરી બહેનોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા માટે અનેરી તક પૂરી પાડવામાં આવી હતી.

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બહેનોને પ્રમાણપત્ર તેમજ સિલાઈ મશીન સાથેની કીટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ શહેરના સામાજિક આગેવાન શ્રીમતી ઈન્દિરાબેન રાજ, જન શિક્ષણ સંસ્થાનનાં નિયામક ઝયનુલ સૈયદ, ડેક્કન ફાઈન કેમીક્લ્સના વિપુલભાઈ રાણા તથા ડેક્કન વુમેન્સ ક્લબના સભ્ય બહેનો અને મિસ્ત્રી સમાજના આગેવાનો સુનીલભાઈ મિસ્ત્રી, મહેશભાઈ મિસ્ત્રી વગેરેનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોને પોતાની સ્વરોજગારી શરૂ કરવા માટે આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે જન શિક્ષણ સંસ્થાનના લાઈવલી હુડ કોઓર્ડીનેટર શ્રીમતિ ક્રિષ્ણાબેન કઠોલિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
