Published by : Rana Kajal
પ્રથમ વાર મહિલાઓ તોપ અને રોકેટ ચલાવશે…ભારતીય સેનામાં મહિલાઓને ખાસ મહત્ત્વ આપવામા આવી રહ્યુ છે. હવે લશ્કરમાં પહેલી વખત મહિલાઓ તોપ અને રોકેટ ચલાવશે…દિન પ્રતિદિન દેશના લશ્કરમાં મહિલાઓની સંખ્યા વધતી જાય છે. સાથેજ તેમનું મહત્વ પણ વધતું જાય છે. હાલમાંજ ભારતીય સેનાએ પ્રથમ વખત આર્ટિલરી રેજીમેન્ટ મા પાંચ મહિલાઓને સામેલ કરેલ છે તેઓની ટ્રેનીંગ ચેન્નાઇમાં પુર્ણ થતાં હવે તેમની નિયુક્તિ અલગ અલગ સરહદો પર કરવામાં આવશે. ભારતીય સેનામાં પ્રથમ વાર મહિલા અઘિકારીઓ તોપ અને રોકેટ ચલાવે તેવી પરિસ્થિતીનું સર્જન થયું છે