Home News Update Crime મહિલાઓ ગુમ થવા અંગેની ગંભીર સમસ્યા…દેશની 10 લાખથી વધુ મહિલાઓ ગુમ થઈ…

મહિલાઓ ગુમ થવા અંગેની ગંભીર સમસ્યા…દેશની 10 લાખથી વધુ મહિલાઓ ગુમ થઈ…

0

Published By : Parul Patel

ભારત દેશમાં એક ગંભીર સમસ્યા ઉભી થઈ છે એક સર્વે મુજબ દેશમાં 10 લાખ કરતા વધુ મહિલાઓ ગુમ થઈ છે…

હાલમાં મણિપુરમાં બે મહિલાઓને નગ્ન હાલતમાં ઘુમાવવાનો મુદ્દો હજુ શાંત થયો નથી. તે દરમિયાન જ નેશનલ ક્રાઇમ રેકોડ્ર્‌સ બ્‍યૂરો તરફથી ચોકાવનારા આંકડા સામે આવ્‍યા છે. અહેવાલો અનુસાર છેલ્લા બે વર્ષ દરમિયાન દેશમાં એક બે નહીં પરંતુ 10 લાખ કરતાં પણ વધારે મહિલાઓ લાપતા થઇ ગઇ છે. આ યાદીમાં મધ્‍યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજય ટોચના સ્‍થાને છે.

આ સમસ્યા બાબતે સંસદમાં પણ સતત વિપક્ષ અને સત્તાધારી પક્ષ મહિલા સુરક્ષાના મુદ્દાને ઉઠાવી રહ્યો છે. કેન્‍દ્રીય ગૃહ મંત્રાલયે એનસીઆરબી (NCRB) ના ડેટાના હવાલાથી જણાવ્‍યું હતું કે, માત્ર 2021માં જ 18 વર્ષ કરતાં વધારે વયની 3 લાખ 75 હજાર 58 મહિલા લાપતા થઇ છે. 2019થી માંડીને 2021વચ્‍ચે સૌથી વધારે મહિલાઓ મધ્‍યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં લાપતા બની છે. વર્ષ 2019માં મધ્‍યપ્રદેશમાં 52 હજાર 119, 2020માં 52 હજાર 357 અને 2021માં 55 હજાર 704 મહિલાઓ ગાયબ થઇ હતી. ખાસ વાત એ છે કે રાજયમાં આ આંકડો દર વર્ષે વધ્‍યો છે. જયારે મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં 2019 માં આ આંકડો 63 હજાર 167, 2020માં 58 હજાર 735 અને 2021માં 56 હજાર 498 મહિલાઓ ગાયબ થઇ હતી. વર્ષ 2019 થી 2021 દરમિયાન કુલ લાપતા મહિલાઓની સંખ્‍યા જોઇએ તો આ અરસામાં કુલ 10 લાખ,61 હજાર 648 મહિલાઓ ગાયબ થઇ હતી. આ દરમિયાન 2 લાખ 51 હજાર 430 છોકરીઓ પણ ગાયબ થઇ હતી. કેન્‍દ્ર સરકાર દ્વારા આ મુદ્દે કહેવાયું હતું કે, તપાસ અને મહિલાઓ વિરુદ્ધ અપરાધ સામે કાર્યવાહી સહિત કાયદો અને વ્‍યવસ્‍થાને જાળવી રાખવાની જવાબદારી સંબંધિત રાજય સરકારોની હોય છે. સાથે જ જણાવાયું હતું કે, સરકારે મહિલાઓની સુરક્ષા માટે એક નવી પહેલ કરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version