Published by : Rana Kajal
- રિયુઝેબલ પેડ ખરીદોને પાંચ વર્ષ ચિંતા દૂર…તેમજ કોઈ પણ પ્રકારનો ચેપ લાગવાનો ખતરો પણ નહીં
મહિલાઓ માટે ઍક મહત્વના સમાચાર સપાટી પર આવ્યા છે. હવે સેનેટરી પેડ્સનો ઉપયોગ વર્ષો સુધી કરી શકાશે તેમજ કોઈપણ પ્રકારનો ચેપ લાગવાની સંભાવના પણ નહીં રહે…

સુરતની એક કંપનીએ મહિલાઓ દ્વારા પિરિયડમાં ઉપયોગમાં લેવાતા સેનિટરી પેડ્સમાં નવી ક્રાંતિ લાવીને નવા પિરિયડ પેડ્સ રજૂ કર્યા છે. અત્યાર સુધી મહિલાઓ સેનિટરી પેડ્સનો ઉપયોગ કરીને ડસ્ટબીનમાં કે અન્ય ખુલી જગ્યામાં નિકાલ કરી દેતી હતી. પરંતુ સુરતની આ કંપનીએ રિયુઝેબલ પિરિયડ પેડ્સ બનાવીને નવી ક્રાંતિ કરી છે. આ પેડ્સની મહિલાઓ એક બે વખત નહીં પરંતુ તેની ખરીદી કર્યા પછી 5 વર્ષ સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. ખાસ વાત એ છે કે આ પેડ્સને પાછા વાપરવા માટે કોઈ ખાસ સાર સંભાળની જરૂર નથી. તેને માત્ર સાફ કરીને તડકામાં સૂકવવાની જરૂર છે. તેને તડકામાં સૂકવ્યા પછી અને તેને ફરીથી સેનિટાઇઝ કર્યા પછી મહિલાઓને ઉપયોગ માટે તૈયાર થઈ જાય છે અને સાથે કોઈ પણ પ્રકારનો ચેપ લાગવાનો ખતરો પણ રહેતો નથી.

સુરતની અનુભા ગ્રુપ કંપનીએ સેનિટરી પેડ્સમાં વિશેષ ક્રાંતિ લાવી હોય તે પ્રકારનું સંશોધન કર્યું છે. ખાસ કરીને દર મહિને પાંચ દિવસ મહિલાઓએ જે સમસ્યા સહન કરવી પડે છે અને તેમાં મહિલાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતા સેનિટરી પેડ્સને લઈને જે દર મહિને ચિંતા સતાવતી હોય છે તે ચિંતા સુરતની આ અનુભા ગ્રુપ કંપનીએ દૂર કરી નાખી છે. હજુ પણ અનેક મહિલાઓ ઘરમાં જ યુઝ કરવામાં આવતા કાપડને સેનિટરી પેડ્સ તરીકે ઉપયોગ કરતા હોય છે. જે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. તો બીજી તરફ ડિસ્પોઝેબલ સેનિટરી પેડ્સ મહિલાઓ ઉપયોગ કરે છે. પરંતુ આ પ્રકારના પેડ્સ મહિનામાં પાંચ દિવસ ઉપયોગ કરવા માટે તમામ મહિલાઓ સક્ષમ હોતી નથી. ત્યારે મહિલાઓને માસિકને લઇ સતાવતી પેડ્સની સમસ્યાનું નિરાકરણ સુરતની અનુભા ગ્રુપ કંપનીએ લાવી આપ્યું છે. સુરતની આ કંપની રિયુઝેબલ પેડ્સ બનાવી રહી છે. જેને લઈ મહિલાઓ હવે પેડ્સનો ઉપયોગ કરીને ક્યાંય પણ ફેંકી દેવાનું રહેશે નહીં. પરંતુ પેડ્સનો પિરિયડ દરમિયાન ઉપયોગ કરીને ફરીથી પાણીમાં ધોઈને તેઓ વાપરી શકે છે.




