Home Bharuch મહિલાઓ માટે કાયદાકીય જાગૃતિ તાલીમ અંગે સેમિનાર યોજાયો…

મહિલાઓ માટે કાયદાકીય જાગૃતિ તાલીમ અંગે સેમિનાર યોજાયો…

0

Published by : Rana Kajal

નબીપુર ગામે ભરૂચ જિલ્લા દહેજ પ્રતીબંધક અધિકારી ઓફીસ દ્વારા કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા કક્ષાના અદિકારીઓ અને ગામના સરપંચ સહિત પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રાજ્યના સ્ત્રી અને બાળ વિકાસ વિભાગ અને ભરૂચ જિલ્લા દહેજ પ્રતિબંધક કચેરીના સહયોગથી ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત આજરોજ જીલ્લાના નબીપુર ગામે અત્રેની કુમારશાળા ખાતે એક શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં સ્ત્રીઓના હક્કો અને યોજનાઓ જેવી કે મહિલા સ્વાવલંબન યોજનાઓ, 181 હેલ્પલાઇન, પુનઃ લગ્ન યોજના, વ્હાલી દીકરી યોજના, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ, સખી વન સ્ટોપ સેન્ટર, ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પારમેન્ટ ઓફ વુમન જેવી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ શિબિરમાં મહિલા અને બાળ અધિકારી ભરૂચ તરફથી કાશ્મીરાબેન, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી પ્રીતેષભાઈ વસાવા, એડવોકેટ તારાબેન પટેલ, નબીપુર ગામના સરપંચ શિરિંનબેન, ડે. સરપંચ હાફેજી ઈકરામભાઈ, તથા ગામના મહાનુભાવો હાજર રહયા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version