Published By:- Bhavika Sasiya
આજકાલ મોટાભાગની મહિલાઓ સોલો ટ્રિપ કરવાનું પસંદ કરે છે મહિલાઓ સશક્ત અને સ્વતંત્ર થઈ ચૂકી છે.અત્યારે ઘણી બધી મહિલાઓમાં સોલો ટ્રિપનો પ્લાન કરે છે. દરેક કાર્ય તે એકલી જ કરવા ઈચ્છે છે. હરવા-ફરવા માટે પણ એકલી જ જાય છે. મહિલાઓ સોલો ટ્રિપ પર જતા પહેલા અમુક ટિપ્સ અને ટ્રિક્સ ફોલો કરવી જોઈએ.
કોઇ પણ નવા સ્થળ જતા પહેલા તે સ્થળ વિશે સારી રીતે જાણકારી એકત્ર કરવી જોઈએ. યુટ્યુબ પર બ્લોગ જોય સ્થળ કેવુ છે. તે જાણકારી રાખવી જોઈએ. ત્યાં રોકાણની વ્યવસ્થા કેવી છે શોપિંગ મોલ ક્યાં છે. હોટલ માર્કેટથી વધુ નજીક છે તે માહીતિ રાખવી જોઈએ. અજાણ્યા લોકોની વાતોમાં આવ્યા પહેલા પોતે જ બધુ ઓનલાઈન સર્ચ કરી લો. જ્યાં પણ ફરવા જાવ ત્યાં તમે પોતાને એકલા હોવાનું દર્શાવવાથી બચો. સોલો ટ્રાવેલ કરી રહ્યા છો તો સેફ્ટીનું ધ્યાન દરેક સમયે રાખવુ જોઈએ. પોતાની ફેમિલીને પોતાના ટ્રાવેલ સાથે જોડાયેલી જાણકારી આપતા રહો. અજાણ્યા લોકો સાથે પોતાની વ્યક્તિગત જાણકારી શેર ના કરો. જેમને તમે જાણતા નથી તે લોકોનું આમંત્રણ પણ ના સ્વીકારો.
સોલો ટ્રાવેલિંગ માટે સૌથી જરૂરી એ છે કે પોતાની સાથે સામાન ઓછો રાખો. . સોલો ટ્રાવેલ કરી રહ્યા હોવ તો તમે તમારા આરોગ્યનો પણ ખ્યાલ રાખો. તમને કોઈ પ્રકારની એલર્જી અને મુશ્કેલી છે તો તેની દવા પહેલેથી લઈ લો. પોતાની સાથે ફર્સ્ટએડ બોક્સ જરૂર રાખો. શરદી, તાવ, માથાનો દુખાવા જેવી દવાઓ પોતાની પાસે રાખો જેથી કટોકટીની સ્થિતિમાં મુશ્કેલીનો સામનો કરવો ના પડે.તમારી બેગ મા પેપર સ્પ્રે રાખો. હેલ્પ લાઈન નંબર સેવ કરી રાખો. આ રીતે સાવચેતી રાખી ને સોલો ટ્રિપ ની મજા માણી શકાય..