ભારતમાં કોરોના રસીકરણ અંગે આગવી સફળતા પ્રાપ્ત થતા દુનિયાએ તેની નોંધ લીધી છે.૨૦૦ કરોડ કરતા વધુ ડોઝ કોરોના રસીના આપી ચૂકાયા છે ત્યારે હવે કેન્દ્રના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કોવીન એપ સાથે મહિલાઓ અને બાળકોને મુકવામાં આવતી રસીની વિગતોને જોડવામાં આવશે.આ અંગે ૩૬ રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોના બે જિલ્લાઓ પાયલોટ પ્રોજેક્ટમાં નક્કી કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતના રાજકોટ અને ગાંધીનગર જિલ્લાઓનો સમાવેશ થાય છે. મહિલાઓ અને બાળકોની વિવિઘ રોગ સામે રક્ષણ આપતી રસીની સંપૂર્ણ વિગતનો કોવિન એપમાં સમાવેશ કરવામાં આવશે તેમજ રસી મુકાવવા અંગે રિમાન્ડર પણ કરવામાં આવશે એમ જણાવાયુ છે પાયલોટ પ્રોજેક્ટ ની સફળતા બાદ સમગ્ર દેશમાં આ પ્રોજેકટ લાગુ કરવામાં આવશે આ પ્રોજેકટમાં સૌથી મોટો ફાયદો એ થશે કે કોઈપણ રાજયના વતની કોઈપણ રાજ્યમાં રસી મુકાવી શકશે.
મહિલા અને બાળકોની રસી અંગેની વિગતો હવે કોવિન એપ સાથે જોડાશે…
RELATED ARTICLES