Home News Update મહિલા આઇપીએલમાં પાંચ ટીમ વચ્ચે ૪ થી ૨૬ માર્ચ દરમિયાન મુકાબલો…

મહિલા આઇપીએલમાં પાંચ ટીમ વચ્ચે ૪ થી ૨૬ માર્ચ દરમિયાન મુકાબલો…

0

Published by : Anu Shukla

  • મુંબઈના બ્રેબોર્ન અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મેચો રમાશે
  • મુંબઈમાં ૧૩મી ફેબ્રુઆરીએ મહિલા આઇપીએલ માટે ઓક્શન

ભારતીય ક્રિકેટ બોર્ડની સૌપ્રથમ મહિલા આઇપીએલ કે જે વિમેન્સ પ્રીમિયર લીગ તરીકે ઓળખાશે તેનું આયોજન તારીખ ૪ થી ૨૬ માર્ચ દરમિયાન થશે. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં પાંચ ટીમો વચ્ચે મહિલા આઇપીએલના સૌપ્રથમ તાજ માટે મુકાબલો ખેલાશે. ગુજરાત જાયન્ટ્સની સાથે દિલ્હી, મુંબઈ, બેંગાલુરુ અને લખનઉ વોરિયર્સ ટીમ મહિલા આઇપીએલની પહેલી સીઝનમાં ટકરાશે.

વિમેન્સ પ્રીમિયર લીગ માટે ખેલાડીઓની હરાજીનું આયોજન તારીખ ૧૩મી ફેબુ્રઆરીએ મુંબઈમાં જ યોજાશે. અત્યાર સુધીમાં કુલ ૧,૫૦૦ જેટલા ખેલાડીઓ તેમના નામ નોંધાવ્યા છે. હરાજીમાં પાંચેય ટીમ કુલ મળીને ૯૦ ખેલાડીઓને ખરીદી શકશે. પ્રત્યેક ટીમમાં ૧૫ થી ૧૮ ખેલાડીઓનો સમાવેશ કરી શકાશે.

સાઉથ આફ્રિકામાં શરૃ થનારો ટી-૨૦ વર્લ્ડકપ ૨૬મી માર્ચે પુરો થશે. જેના આઠ દિવસ પછી એટલે કે ૪ માર્ચથી મહિલા આઇપીએલ શરૃ થશે. જેની ફાઈનલ ૨૬મી માર્ચે રમાશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version