Published by : Rana Kajal
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી ઍક મહિલા પ્રોફેસરે આત્મ હત્યા કરી હતી. મહિલા પ્રોફેસરને તેના ન્યૂડ વિડિયો દ્વારા બ્લેક મેલ કરી રૂપિયા પડાવવામાં આવતા હતા. જેથી કંટાળીને મહિલા પ્રોફેસરે કંટાળીને આત્મ હત્યા કરી હતી. જેની તપાસમાં વીસ વર્ષીય જૂહી શેખનુ નામ ખુલતા પોલીસે આંધ્રપ્રદેશના વિજયવાડા વિસ્તારમાંથી જુહીને ઝડપી પાડી હતી. રાંદેર પોલીસે જુહીની સઘન તપાસ હાથ ધરતા પાકિસ્તાન કનેક્શન સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ જુહીની વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જે દરમીયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી સંભાવના છે.