ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના માંડવા ગામના તળાવ ફળિયામાં ઉભેલ કાર નંબર-જી.જે.૩૦.એ.૧૭૭૯માં દેશી દારૂનો જથ્થો ભરેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે કારમાંથી ૩ હજારથી વધુનો દારૂનો જથ્થો અને કાર તેમજ ફોન મળી કુલ ૫.૩૨ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો

ઓલપાડના ગોથાણ ગામની બંગાર કોલોનીમાં રહેતો બુટલેગર સંજય ઠાકોર ચૌહાણ,શિવા બેચુરામ કનોજીયા અને પ્રદીપ ચેતન પરમારને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય એક ઇસમ ફરાર થઇ ગયો હતો પોલીસે મુદ્દામાલ સાથે ઝડપાયેલ ઇસમોને અંકલેશ્વર શહેર પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.