Published by : Anu shukla
કંપનીના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલાએ (Satya Nadella) કહ્યું કે માઈક્રોસોફ્ટની ભારત પ્રત્યે ઘણી પ્રતિબદ્ધતા છે. આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે માઈક્રોસોફ્ટ ભારતમાં રોકાણ કરી રહી છે અને તેની વૈશ્વિક પ્રોડક્ટ્સ ભારતમાં જ બનાવવાની પણ યોજના બનાવી રહી છે.
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા 4 દિવસના ભારત પ્રવાસ પર છે. તેમની આ યાત્રા દરમિયાન તેઓ ઘણા મોટા લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે. હાલમાં જ નવી દિલ્હીમાં તેઓ વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા ત્યારબાદ માઈક્રોસોફ્ટના ચેરમેન સત્ય નડેલા પીએમ મોદીને પણ મળ્યા હતા.
જે રીતે Apple ભારતમાં તેના iPhone મોડલ સહિત અન્ય ઉત્પાદનો બનાવી રહી છે, તેવી જ રીતે હવે ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટે પણ સ્પષ્ટ કર્યું છે કે કંપની હવે મેક ઈન ઈન્ડિયા ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરશે. કંપનીના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલાએ કહ્યું કે માઈક્રોસોફ્ટની ભારત પ્રત્યે ઘણી પ્રતિબદ્ધતા છે. આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે માઈક્રોસોફ્ટ ભારતમાં રોકાણ કરી રહી છે અને તેની વૈશ્વિક પ્રોડક્ટ્સ ભારતમાં જ બનાવવાની પણ યોજના બનાવી રહી છે.
કંપની ભારતમાં તેના વૈશ્વિક ઉત્પાદનોનું પ્રોડકશન કરશે
અગાઉ કંપની તેની પ્રોડક્ટ્સ અન્યત્ર બનાવતી અને ભારતમાં વેચતી હતી, પરંતુ હવે તેમાં બદલાવ આવી રહ્યો છે અને હવે કંપની ભારતમાં તેના વૈશ્વિક ઉત્પાદનોનું પ્રોડકશન કરશે.
સત્ય નડેલાએ AIને પણ જરૂરી ગણાવ્યું
તાજેતરમાં મુંબઈમાં યોજાયેલી માઈક્રોસોફ્ટ ફ્યુચર રેડી લીડરશિપ સમિટ દરમિયાન સત્ય નડેલાએ કહ્યું હતું કે, દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજી ઝડપથી બદલાઈ રહી છે અને આવનારો સમય ક્લાઉડનો છે. સત્ય નડેલાએ ક્લાઉડને ગેમ ચેન્જર ગણાવ્યું છે. માત્ર ક્લાઉડ જ નહીં પરંતુ સત્ય નડેલાએ પણ AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જરૂરી ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ક્લાઉડ અને AI બંને આર્થિક વૃદ્ધિમાં મદદરૂપ સાબિત થશે.
કંપની Google સાથે સ્પર્ધા કરવા માટે તૈયાર
કંપની Google સાથે સ્પર્ધા કરવા માટે Binge સર્ચ એન્જિનમાં ChatGPTને એકીકૃત કરવા પર કામ કરી શકે છે. કંપની AI રિસર્ચ ફર્મ OpenAI સાથે ChatGPTને Binge સર્ચ એન્જિનમાં એકીકૃત કરવા માટે કામ કરી રહી છે.