Published By:-Bhavika Sasiya
ભરુચના જે.બી.મોદી પાર્ક સ્થિત પાંજરાપોળ ખાતે ગુજરાત રાજ્યના પૂર્વ શહેરી વિકાસ મંત્રી ખુમાનસિંહજી વાંસીયાએ પોતાના જન્મ દિવસ નિમિત્તે ગૌ માતાની પુજા,અર્ચના કરી ઉજવણી કરી હતી
ગુજરાત રાજ્યના પૂર્વ શહેરી વિકાસ મંત્રી અને ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને વાગરાના પૂર્વ ધારાસભ્ય તેમજ હરસિધ્ધિ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ભરૂચના ચેરમેન ખુમાનસિંહજી વાંસીયાએ પોતાના જન્મ દિનની અનોખી રીતે ઉજવણી કરી હતી તેઓએ ભરુચના જે.બી.મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળ ખાતે ગૌ માતાની પુજા,અર્ચના કરી ઉજવણી કરી હતી. જેઓને કૌશિક જોશીએ ગૌ માતાની પુજા કરાવી હતી.
જ્યારે ખુમાનસિંહ વાંસિયાના મિત્રો અને શુભેચ્છકો તેઓને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. માજીમંત્રીએ જણાવ્યું હતું કે ગૌ માતા એ હિન્દુ ધર્મ ની આસ્થાનું પૂજનીય પ્રતીક છે ત્યારે તેનું પૂજન કરવાથી મન ને શાંતિ મળે છે અને સમાજ ને પણ આવું અનુકરણ કરવાની પ્રેરણા મળે છે.