Published By : Disha PJB
ઘરે બનાવેલું દહીં બજાર કરતા સંપૂર્ણપણે અલગ હોય છે અને તે સસ્તું અને કેમિકલ મુક્ત હોવા ઉપરાંત ફાયદાઓથી ભરપૂર હોય છે. દહીંમાં એવા ઘણા પોષક તત્વો હોય છે જે તમને સ્વસ્થ રાખે છે. દહીંમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, તેથી દહીંના સેવનથી પેટની સાથે બીજી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે.
ભલે આપણે આજના યુગમાં ગમે તેટલા આગળ વધીએ પરંતુ આ વાસણોના ઘણા ફાયદા છે. આ ફાયદાઓ જાણીને તમને પણ ખ્યાલ આવશે કે માટીના વાસણમાં દહીં કેમ બનાવવું જોઈએ.તો ચાલો જાણીએ માટીના વાસણમાં રાખેલ દહીં ખાવાથી શું ફાયદો થાય છે?
દહીં ગાઢું જામે છે : માટીના વાસણો છિદ્રાળુ હોય છે જે દહીંના પાણીને શોષી લે છે. માટીના વાસણો વધારાનું પાણી શોષી લે છે અને દહીંને ઘટ્ટ બનાવે છે.
તાપમાન : જ્યારે ઠંડી વધારે હોય છે ત્યારે ઘરે દહીં બનાવવું મુશ્કેલ હોય છે કારણ કે તેના માટે ચોક્કસ તાપમાન જરૂરી છે. પરંતુ જ્યારે માટીના વાસણની વાત આવે છે ત્યારે તમારે જાણવું જોઇએ કે માટી ગરમી પ્રતિરોધક છે તેથી તે દહીંને ઇન્સ્યુલેટ કરે છે અને તેને તાપમાનમાં ઉતાર ચડાવથી બચાવે છે.
કુદરતી ખનિજો : જો તમે માટીના બનેલા વાસણમાં દહીં જમાવો છો તો તે કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ અને બીજા સૂક્ષ્મ પોષકતત્વો જેવા મિનરલ્સથી ભરપૂર હોય છે.
દહીં જમાવવાની રીત : મહત્તમ પોષણ મેળવવા માટે દહીંને જમાવવા માટે ગ્લેડ વગરના માટીના વાસણનો ઉપયોગ કરો. ચમકદાર અને વધારે આકર્ષક દેખાતા વાસણમાં ખનિજો ઓછા હોય છે. દહીંને ઘટ્ટ અને મલાઈદાર બનાવવા માટે ભેંસ અથવા ગાયના દૂધનો ઉપયોગ કરો.
દહીંને જમાવવા માટે ગરમ દૂધનો ઉપયોગ કરો, એટલે કે ના તો વધારે ગરમ કે ના તો વધારે ઠંડું. જો દૂધ વધારે ગરમ કે ઠંડુ હોય તો દહીં બરાબર જામશે નહીં. ખાતરી કરો કે માટીના વાસણમાં દહીં (પહેલેથી જ જામેલા દહીંની થોડી માત્રા) સાથેનું ગરમ દૂધ સારી રીતે ઢાંકેલું છે અને ગરમ જગ્યાએ રાખવામાં આવે. તો જ દહીં બરાબર જામશે.