ખુબ નાની ઉમર હોવા છતા સંતાન માતા પિતાનો જીવ બચાવી શકે છે જેમકે માત્ર 4 વર્ષના દીકરાએ માતા બેભાન થઈ જતા તરત જ એમ્બ્યુલન્સને ફોન કરતાં માતાનો જીવ બચી ગયો હતો…
કિસ્સો છે ઓસ્ટ્રેલિયાનો…ઓસ્ટ્રેલિયાના તાંસમનીયા શહેરમાં રહેતી વેન્ડી નામની મહિલા કામકાજ કરતાં સમયે અચાનક કોઇ કારણોસર બેભાન થઈ ગઈ હતી. ત્યારે માત્ર 4 વર્ષના પુત્ર મોન્ટીએ એમ્બ્યુલન્સને ફોન કરી જણાવ્યુ હતુ કે મારી માતાને કંઈ થઈ જતાં તે પડી ગઈ છે અને પાલતુ શ્વાન ભસી રહયો છે.આ બાબત જાણી એમ્બ્યુલન્સનો સ્ટાફ તાબડતોબ આવી ગયો અને મહિલાને હોસ્પિટલ ખસેડી.. એમ્બ્યુલન્સ આવી જતા મહિલાનો જીવ બચી ગયો હતો.