Published by : Rana Kajal
ખ્યાતિ અને પ્રસિધ્ધિ પણ નાણાં કમાવવા માટે કાફી છે. ઘણીવાર તો નકારાત્મક પ્રસિધ્ધિ પણ નાણાં કમાવી આપે છે. માત્ર સમાજમાં ખ્યાતિ અકબંધ રાખો તો કમાણી થતી રહેશે જેમ કે બોલીવુડ અભિનેત્રીઓની માત્ર એક પોસ્ટ ખાસ્સી કમાણી કરાવી આપે છે.
બોલીવુડ અભિનેત્રીઓની ફિલ્મો ચાલે કે ન ચાલે સફળ થાય કે નિષ્ફલ ઈન્સ્ટાગ્રામની પોસ્ટ તો તેમને કમાણી કરાવી આપે જ છે. જેમકે બોલીવુડ અને હોલીવુડમા જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા ઈન્સ્ટાગ્રામ પર અધધ 85 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તે એક પોસ્ટ માટે 1થી 3 કરોડ રૂપિયા લે છે. તો કરિના કપૂરના ઈન્સ્ટા પર 10 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તે એક પોસ્ટ માટે 1થી 2 કરોડ રૂપિયા લે છે. જ્યારે દીપિકા પાદુકોણ ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે 1.5 કરોડ રૂપિયા લે છે. દીપિકાના ઈન્સ્ટાગ્રામ પર 72 મિલિયનથી ફોલોઅર્લ છે. કેટરિના કૈફની પણ મોટી ફેન ફોલોઈંગ છે. ટોચની અભિનેત્રીઓમાં સામેલ કેટરિના કૈફ એક કરોડ રૂપિયા વસુલ કરે છે. કેટના ઈન્સ્ટાગ્રામ પર 70.9 ફોલોઅર્સ છે. જ્યારે આલિયા ભટ્ટ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પેઈડ પોસ્ટ કરવાના કરોડથી એક કરોડ રૂપિયા લે છે. આલિયાના ઈન્સ્ટા પર 75 કરોડથી વધુ ફોલોઅર્સ છે.