Published By:-Bhavika Sasiya
- આજના આ સમયમાં લોકોને પોતાની નોકરી થી સંતોષ હોતો નથી ત્યારે માત્ર શ્વાન રાખી લાખો રૂપિયાનો પગાર હોય તેવી નોકરી એક મહિલા કરી રહી છે…
હવે લોકો 9 થી 5 ઓફિસ જોબને બદલે કંઈક અલગ કરવાનું વિચારે છે અને તેમાંથી જ પોતાની આવક ઉભી કરે છે. આ દુનિયામાં એવી ઘણી નોકરીઓ છે જે વિચિત્ર છે તો પરંતુ તેમાં લાખો રૂપિયા પણ મળે છે.
જૉકે સારી વાત એ પણ છે કે તેના માટે કોઈ વિશેષ લાયકાતની જરૂર નથી પરંતુ શોખ હોવો જોઈએ.એક યુવતીએ પણ પોતાના શોખને જ રૂપિયા કમાવાનું સાધન બનાવી દીધુ. ઇંગ્લેન્ડના એસેક્સમાં રહેતી કેલી ઇવાન્સ તેના વિચિત્ર કામ માટે જાણીતી બની છે. પહેલી નજરમાં કોઈને પણ વિચિત્ર લાગે તેવા કામને કેલી ડ્રીમ જોબ ગણાવે છે. કેલી તેની આ ડ્રીમ જોબથી વર્ષે 32 લાખ રૂપિયા કમાય છે. એટલે કે મહિને તે 2.5 લાખ રૂપિયાથી વધુ કમાય છે. કેલીની એક રિયલ એસ્ટેટ એજન્સી હતી અને બિઝનેસ ચલાવતી હતી. પરંતુ તેને આ કામમાં મન નહોતુ લાગતુ. ત્યારબાદ તેને પોતાનું ગમતુ કામ શોધવાનું શરૂ કર્યુ. હવે તે અન્ય લોકોના કુતરાઓની સારસંભાળ રાખે છે અને તેને ફરવા માટે લઈ જાય છે. કેલીના ઘણા ગ્રાહકો છે જે તેને પાલતુ કૂતરા ફેરવવા માટે આપે છે. કેલી દરરોજ 30 કૂતરાઓને ફરવા લઈ જાય છે અને વર્ષમાં લગભગ 32 લાખ રૂપિયાની કમાણી કરે છે. આ કમાણીથી તે પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહી છે. કેલી કહે છે કે આ નોકરીમાં કોઈ ડિગ્રીની જરૂર નથી અને મોટી કમાણી છે. કેલીને કૂતરાઓનો શોખ છે. આ જ કારણ છે કે તેને આ કામ ખૂબ ગમે છે. તેમનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ અભણ હોય તો પણ તે આ કામ કરીને ઘણા પૈસા કમાઈ શકે છે.