Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeMoviesમાત્ર રૂ. 75માં મૂવી ટિકિટ: ભારત 16 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સિનેમા દિવસ મનાવશે

માત્ર રૂ. 75માં મૂવી ટિકિટ: ભારત 16 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સિનેમા દિવસ મનાવશે

PVR, INOX, Cinepolis, કાર્નિવલ, મિરાજ, સીટી પ્રાઈડ,મુક્તા, વેવ સહિત દેશભરના લગભગ 4000 થિયેટર્સમાં માત્ર 75 રુપિયામાં ફિલ્મની ટીકિટ મળશે. દેશમાં 16 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાની ઉજવણી કરવા માટે આ નેશનલ સિનેમા ડે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. કોવિડ દરમિયાન લગભગ દોઢ વર્ષ સુધી સિનેમા ઘરો બંધ રહ્યા હતા. જ્યારે 16 સપ્ટેમ્બર 2021ના રોજ સિનેમાના માલિકોને અનલૉક કરવામાં આવ્યા હતા. જેના પગલે મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ આ જાહેરાત કરી છે.

આ મૂવીનું બુકિંગ કેવી રીતે કરવું ?

તેના માટે થિયેટર પર જઈને ટિકિટ બુક કરવી પડશે જો તમે ઓનલાઇન બુક કરશો તો 75 રૂ ની ટિકિટ પર એપના એડિસનલ ચાર્જ તમારે આપવા પડશે . જો તમે બુક માય શૉ પરથી બુક કરશો તો તમારે 75 રૂ ની ટિકિટ પર ઇન્ટરનેટ ફ્રી તેમજ જીએસટી સહિતના ચાર્જ તમારે ચૂકવા પડશે.

પણ તે સમયે ફિલ્મ કઇ કઇ ચાલતી હશે?

સૌથી પહેલું મૂવી છે બ્રહ્માસ્ત્ર જે 9 સપ્ટેમ્બર રિલીઝ થશે. આ સિવાય સ્પાઇડર-મેન : નો વે હોમ ધ એક્સટેન્ડેડ વર્ઝન, સિયા , ચાર-યાર, મિડલ ક્લાસ લવ, સરોજ કા રિશતા, સી હો ધે રન, ડાર્ક હરવેસ્ટ, અને 2 તેલુગુ ફિલ્મ થિયેટરમાં હશે.

શું પેહલા પણ નેશનલ સિનેમા ડે ઉજવવામાં આવ્યો છે?

નેશનલ સિનેમા ડે એ ભારત માટે એક નવી ઇવેન્ટ છે. અને યૂ.એ.સ અને બ્રિટેનમાં પણ સેલિબ્રિટ કરવામાં આવ્યો છે. અમેરીકામાં ઇવેન્ટ દરમિયાન મોટા થિયટરમાં ટિકિટની  કિંમત $9.12 છે એટલે રૂ. 757  ઘટાડીને $3 એટલે કે રૂ. 240 કરી દીધી હતી. જ્યારે ઈંગ્લેન્ડમાં નેશનલ સિનેમા ડે 3 સપ્ટેમ્બર ઉજવવામાં આવ્યું. આ દિવસે તેના થિયેટરમાં ટિકિટ ની કિંમત 11.5 પાઉન્ડ એટલે રૂ.1058  હતી જે ઘટાડીને 3 પાઉન્ડ એટલે કે રૂ 277 કરી દેવામાં આવી હતી.

બની શકે કે અત્યારે તમને મલ્ટીપ્લેક્સના બુકિંગ પ્લેટફોમ પર આ જાણકારી ન દેખાય પણ તેમને જલ્દી જ અપડેટ કરવામાં આવશે.       

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security