published by : kajal rana
દિલ્હી AIIMS (ઓલ ઇન્ડીયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડીકલ સાયન્સીસ)માં સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તબીબોએ જણાવ્યું હતું કે 28 વર્ષીય માતાને ત્રણવાર ગર્ભપાત થઈ ચૂક્યો હતો. તેથી માતા ઓપરેશન માટે તૈયાર થઈ હતી. આ ઓપરેશન એટલે કે ડાયલેશન માત્ર 90 સેકન્ડમાં બલૂન કે થેટર વડે કરી આવનાર બાળકના દિલની સર્જરી કરવામાં આવી હતી. માતાના પેટમાં વિકાસ પામતા બાળકમાં એટલે કે ભ્રુણમાં બીમારીની જાણકારી મેળવવી, નિદાન કરવું અને ભ્રુણ ના દિલની સર્જરી કરવી ખુબ જટીલ બાબત છે. જૉકે આ સર્જરી સફળ થઈ છે. તેમ છતાં સતત દેખરેખ રખાઈ રહી છે.