Published By:-Bhavika Sasiya
માનવ શરીરના રક્ત સાથે સંબધિત રોગો જેમાં કેન્સર સાહિતની બીમારીઓનો સમાવેશ થાય છે રક્ત અંગેસતત સંશોધન થઇ રહ્યા છે જેના પરિણામો પણ ખુબ પોઝિટિવ આવી રહ્યા છે.
જેમકે માત્ર એક રક્ત કોષ માનવ શરીરમાં 6 પિન્ટ જેટલું રક્ત બનાવી શકે છે એટલે કે 3.4 લિટર બનાવી શકે છેહાર્વર્ડ મેડિકલ કોલેજ ના પ્રોફેસર અને બોસ્ટનમાં સ્ટેમ સેલ પ્રોગ્રામના ડાયરેક્ટર લિયોનાર્ડ ઝોન ના જણાવ્યા મુજબ સ્ટેમ સેલ બ્લડની મદદથી કરવામાં આવતા ટ્રાન્સપ્લાન્ટ દ્વારા દર વર્ષે હજારો લોકોના જીવ બચાવી શકાયા છે.
કોર્ડ બ્લડ સ્ટેમ સેલથી ભરેલું છે. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે સ્ટેમ સેલ રક્તમાંથી લાલ રક્તકણો અથવા શ્વેત રક્તકણો વિકસાવી શકાય છે.તબીબી નિષ્ણાતો સ્ટેમ સેલ રક્તની મદદથી રક્ત સંબંધિત વિવિધ રોગોનો ઉપચાર કરવાનો દાવો કરી રહ્યા છે. તેનો ઉપયોગ જીવલેણ રોગોથી પીડિત દર્દીઓની સારવારમાં થઈ શકે છે.
જેમાં બ્લડ કેન્સર, બોન મેરો ડિસીઝ, સિકલ સેલ એનિમિયા, રોગપ્રતિકારક તંત્રની વિકૃતિઓ, ચયાપચયની સમસ્યાઓ અને દુર્લભ આનુવંશિક રોગોનો સમાવેશ થાય છે. માનવ નાળ અથવા નાળમાંથી સ્ટેમ સેલ એકત્રિત કરવા અને લાંબા સમય સુધી કોર્ડ બેંકમાં સાચવવાની સુવિધા ઉપલબ્ધ છે. આખી દુનિયામાં પણ, કોર્ડ બ્લડ બેંકમાં સ્ટેમ સેલ્સને સુરક્ષિત રાખવાની પ્રથા હજી ઘણી ઓછી છે,