Published by : Rana Kajal
નવજાત શિશુ થી માંડીને વડીલો સુઘી તમામના શરીરના વિકાસ માટે કેલ્શિયમ ખુબ આવશ્યક છે. માનવીના શરીરમાં લગભગ 99 ટકા કેલ્શિયમ હાંડકા અને દાંતમાં રહેલા હોય છે. હાડકા ચાલે તો શરીર ચાલે એમ કહેવાય છે…કેલ્શિયમ માનવીના શરીર માટે ખૂબ જ જરુરી છે એવુ માનવામાં આવે છે કે કેલ્શિયમ હાંડકાને મજબૂત કરે છે, તે ઉપરાંત કેલ્શિયમ મસલ્સ અને બોન્સ બનાવવાની સાથે સાથે શરીરનો બીજી રીતે ફાયદાકારક છે. દરેક વ્યક્તિના શરીરમાં કેલ્શિયમનું યોગ્ય પ્રમાણમાં હોવુ જરુરી છે. આવુ ન હોય તો માનવ શરીરમાં કેટલાય પ્રકારની સમસ્યાઓ ઉભી થાય છે. માનવ શરીરમાં કેલ્શિયમ પુરતા પ્રમાણમાં રાખવા માટે કેટલાક ફુડ્સ દ્વારા મળે છે. મેડિકલનાં રિપોર્ટ પ્રમાણે મગજ અને શરીરના અન્ય પાર્ટસ વચ્ચે એકબીજા સાથે જોડાણ હોય છે એટલા માટે શરીરમાં કેલ્શિયમનું હોવું જરૂરી છે. શરીરમાં લગભગ 99 ટકા કેલ્શિયમ હાંડકા અને દાંતમાં રહેલા હોય છે. કેલ્શિયમ હાંડકાનો ગ્રોથ, ડેવલપમેન્ટ અને સંભાળ રાખવા માટે ખૂબ જ જરુરી છે. જ્યારો ગ્રોથ રોકાઈ જાય ત્યારે કેલ્શિયમ હાંડકા અને ધનત્વને ધટાડીને ધીમી કરી દે છે. તે સાથે શરીરમાં રહેલા કેલ્શિયમ માંસપેશિયોને સંકુચનને રેગ્યુલર કરવામાં મદદ કરે છે. જ્યારે કોઈ નર્વ મસલ્સને ઉત્તેજીત કરે છે ત્યારે તે શરીરમાં કેલ્શિયમ છોડે છે. કેલ્શિયમ મસલ્સના પ્રોટીનને મસલ્સના સંકુચનના કાર્યોમાં મદદ કરે છે. આ ઉપરાત કેલ્શિયમ શરીરમાં હાર્ટની કાર્યપ્રણાલીમાં મહત્વનો રોલ અદા કરે છે. બ્લડ ફ્લોટીંગમાં પણ કેલ્શિયમ ખાસ પ્રકારની ભૂમિકા નિભાવે છે. ફ્લોટીંગની પ્રોસેસ ઘણી જટીલ હોય છે અને તેના કેટલાક સ્ટેપ હોય છે. આમાં કેટલાક પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ થાય છે.