Home News Update Health માનવ શરીરને ફીટ રાખવા ઉંમરનાં આધારે દરરોજ કેટલા સ્ટેપ્સ ચાલવું જોઈએ…?

માનવ શરીરને ફીટ રાખવા ઉંમરનાં આધારે દરરોજ કેટલા સ્ટેપ્સ ચાલવું જોઈએ…?

0

Published By:-Bhavika Sasiya

  • દરેક વ્યક્તિએ શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે નિયમિત ચાલવુ જોઈએ..
  • દરરોજ ચાલવાથી ઍટલેકે વોકિંગ કરવાથી શરીર સ્વસ્થ રહે છે વ્યક્તિની.
  • ઉંમરનાં આધારે નિયમિત ચાલવું હિતકારી છે.
  • યુવાન લોકોએ દરરોજનાં 8000 સ્ટેપ્સ ચાલવા જોઈએ.

પગે ચાલવું એ શરીર માટેની બેસ્ટ અને સૌથી સરળ કસરત છે. વૉક કરવાનાં અનેક ફાયદાઓ હોય છે તેથી ઘણાં યંગ-ઓલ્ડ લોકો સવારે-સાંજે વોકિંગ કરવાનું પસંદ કરે છે. ઉંમરનાં હિસાબે તમારે દરરોજ કેટલા પગલાં ચાલવું જોઈએ તે જાણવું મહત્વનું છે ફિઝિકલ એક્ટિવિટી ગાઈડલાઈન્સ ફોર અમેરિકા અનુસાર ઉંમરનાં આધારે દરેક વ્યક્તિએ નિયમિત ચાલવુ જોઈએ 59 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરનાં લોકોએ દરરોજ 8000-10000 પગલાઓ ચાલવા જોઈએ.
18 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં લોકોએ પ્રતિ સપ્તાહ 150થી 300 મિનિટની મીડિયમ કસરત કરવી જોઈએ.
60 વર્ષ કે તેથી વધુની ઉંમરનાં વયસ્કોએ દરરોજ 6000થી 8000 પગલાઓ ચાલવાથી શારીરિક સ્વસ્થતા જળવાઈ રહે છે. ઉંમર વધવાની સાથે-સાથે બીમારીઓ પણ શરીરથી દૂર રહે છે.

  • સ્વસ્થ જીવન જીવવું

ઘણીવખત કેટલાક લોકો ઘણું ઓછું ચાલે છે જેના લીધે ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે અને આવનારાં સમયમાં અનેક બીમારીઓને તમારું શરીર આમંત્રણ આપી શકે છે. વોકિંગથી વજન તો ઓછું થાય જ છે પણ સાથે માઈન્ડ પણ રિલેક્સ રહે છે. ફિઝિકલી એક્ટિવ રહેવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું રહે છે જેથી ઈમ્યુનિટી પણ સ્ટ્રોંગ થાય છે.જો તમે ઉપર જણાવેલ ડેઈલી સ્ટેપ્સથી વધુ ચાલો છો તો નિશ્ચિત ધોરણે તમે સ્વસ્થ જીવન જીવી રહ્યાં છો અને બીમાર થવાનો ખતરો પણ ટળી જાય છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version