Home Festival ‘મા’ના શક્તિપીઠો

‘મા’ના શક્તિપીઠો

0

બ્રહ્મશક્તિમાં બ્રહ્મ તત્વની સગુણ ઉપાસના માનનારા નારાયણ, વિષ્ણુ, મહેશ્વર, રામ, કૃષ્ણ બધા એક તત્વના વિભિન્ન રૂપો છે.

પાર્વતીના પિતા દક્ષ પ્રજાપતિએ બ્રહ્મસ્પતિ નામનો એક યજ્ઞા કર્યો. તેમાં શંકર અને પાર્વતી સિવાય બધા જ દેવ-દેવીઓને આમંત્રણ હતું. પિયરના યજ્ઞામાં નિમંત્રણ ન હોવા છતાં પિતૃગૃહે જવાની ઇચ્છા પ્રગટ કરી શિવજીની ના હોવા છતા વિશેષ આગ્રહ હોવાથી અનુમતિ આપી.

યજ્ઞામાં સતી પહોંચ્યા તો દક્ષે તેનો આદર ન કર્યો અને ઉપેક્ષા કરી એમ જ ક્રોધે ભરાઈને શિવજીની નિંદા કરી તેથી પિતાના મોઢે પતિની નિંદા સહન ન થતાં સતી તે યજ્ઞકુંડમાં કુદી પડી.આ સાંભળી શિવજી ક્રોધે ભરાઈ વીરભદ્રાદિ અનુસરોને સાથે લઇ ત્યાં જઇ દક્ષને મારી નાખી તે યજ્ઞાનો ધ્વંસ કર્યો. ક્રોધે ભરાયેલા શિવજી તે સતીના મૃતદેહને ખંભા ઉપર લઇ ઘૂમવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ તે શિવજીનો ક્રોધ શાંત પાડવા પોતાના ચક્રથી સતીના અંગ ઉપાંગો કાપી નાખ્યા અને તે અંગ-ઉપાંગો વિભક્ત થઇને એકાવન સ્થાનો ઉપર પડયા ત્યાં ત્યાં એક ભૈરવ અને એક એક શક્તિ જુદી જુદી સ્થાપિત થઇ તે બધા સ્થાનોને શક્તિપીઠો કહે છે તેમાં ગુજરાતમાં (૧) અંબાજી જ્યાં માતાનું હૃદય પડયું હતું. (૨) પાવાગઢ જ્યાં માતાજીનાં જમણા પગની આંગળી પડી હતી. જે મહાકાળી સ્વરૂપે માતાજી ત્યાં બિરાજે છે. જ્યાં ચંડ, મુંડ રાક્ષસનો નાશ કર્યો હતો. ૩) બહુચરાજીની શક્તિપીઠ મહેસાણા જીલ્લામાં આવેલું છે જ્યાં સતીનો ડાબો ભાગ પડયો હતો. (૪) ભરૂચનું અંબાજી મંદિર, જ્યાં દર્શનથી માનવીઓની માનતાઓ પુરી થાય છે. આનું વિસ્તૃત વર્ણન ‘તંત્રચૂડામણિ ગ્રંથ’માં આપેલું છે.

‘રાધા’ને પણ પાંચમી દેવી માનવામાં આવે છે. તેનામા પણ દેવીનાં બધા સદ્ગુણો છે તથા રાસની અધિષ્ઠાત્રી છે. ‘રાધિકાતાપનીયોપનિષદ’નાં વર્ણન મુજબ શ્રી રાધિકાજી અને ભગવાન શ્રીકૃષ્ણ બંને એક જ શરીર છે તે પરસ્પર નિત્ય અને અભિન્ન છે. કેવળ લીલા માટે જ એ બે શરીરમાં વ્યક્ત થાય છે. શ્રીકૃષ્ણ ‘રસરાજ’ છે. શ્રીરાધા તેનો મહાભાવ છે તે રાસેસ્વરી છે.બ્રહ્મશક્તિમાં બ્રહ્મ તત્વની સગુણ ઉપાસનામાં માનનારા નારાયણ, વિષ્ણુ, મહેશ્વર, રામ, કૃષ્ણ બધા એક તત્વના વિભિન્ન રૂપો છે. તે જ રીતે લક્ષ્મી, ઉમા, રાધા, સીતા વગેરે પણ એક જ ભગવદ્ સ્વરૂપા મહાશક્તિની વિભિન્ન લીલા સ્વરૂપો છે. પ્રસંગોપાત જુદા જુદા સ્વરૂપે અવતરે છે.

ગરબાનું હાર્દ :- જગદંબાની ઉપાસના નિમિત્તે પોતાનો ‘અહમ’ ભાવને સમર્પિત કરવામાં આવે છે.  એકતાની ભાવનાથી જગદંબાના પ્રતિક તરીકે ‘ગરબા’ને કેન્દ્રમાં રાખી તેના ગોળાકારમાં હર્ષોલ્લાસથી માતાનું ગૌરવ ગાન ગાવાની પ્રથા પ્રચલિત થઇ છે. આ સંઘબળનું પ્રતિક છે.શક્તિ આરાધના વખતે કેન્દ્રમાં મુકવામાં આવતો છિદ્રોવાળો ગરબો એ માનવી દેહનું પ્રતીક છે. મૃત્યુ વખતે માણસ મરી જાય છે તેમાં રહેલ આત્મા જે જ્યોત સ્વરૂપે નીકળી જાય છે તેમ ગરબાની જ્યોત તે આત્માનું પ્રતિક છે જે ગરબાની જ્યોત સમાન છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version