પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર રિલેશનશિપમાં હોવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. 2017માં માનુષી મિસ વર્લ્ડ બની હતી. માનુષી હાલમાં બિઝનેસમેન નિખિલ કામતને ડેટ કરે છે. નિખિલ ફાઈનાન્સિયલ કંપની જોરોધાનો કો-ફાઉન્ડર છે. બંને 2021થી એકબીજાને ડેટ કરે છે. બંનેના પરિવારને પણ આ સંબંધની જાણ છે.હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, માનુષી તથા નિખિલ બંને એકબીજાને 2021થી ડેટ કરે છે અને હવે બંને લિવ ઇનમાં રહે છે. સૂત્રોના મતે, બંનેના પરિવારને આ વાતની જાણ છે. જોકે, માનુષી હાલમાં પોતાનું ધ્યાન બોલિવૂડ કરિયર પર ફોકસ કરવા માગે છે અને તે નથી ઈચ્છતી કે તેના સંબંધોની વાત બહુ ચર્ચાય. નિખિલ કામતે 2019માં ઈટલીના ફ્લોરન્સ શહેરમાં અમાન્ડા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જોકે, એક વર્ષ બાદ બંને અલગ થઈ ગયા હતા. સૂત્રોના મતે, બંનેએ 2021માં ડિવોર્સ લીધા હતા.
- 2017માં માનુષી મિસ વર્લ્ડ બની
માનુશી 2017માં મિસ વર્લ્ડ બની હતી. પ્રિયંકા ચોપરા પછી 17 વર્ષ બાદ ઇન્ડિયન મોડલે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. મોડલિંગમાં આવ્યા પહેલાં માનુષી મેડિકલની વિદ્યાર્થિની હતી. 2022માં માનુષીએ ફિલ્મ ‘પૃથ્વીરાજ ચૌહાણ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર મેઇન લીડમાં હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી.