- BJP લુખ્ખા-લફંગાની પાર્ટી : AAP મંત્રી મનોજ સોરઠિયાની હત્યાનો પ્લાન ઘડ્યો હોવાનો આક્ષેપ
આમ આદમી પાર્ટીના મંત્રી મનોજ સોરઠિયાની હત્યાનો પ્લાન ઘડાયો હતો. મારી અને ગોપાલ ઈટાલિયાની પણ હત્યા થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી લૂખ્ખા-લફંગાઓની પાર્ટી છે આ શબ્દો છે AAP ના નેતા ઈશુદાન ગઢવીના મનોજ સોરઠિયા ઉપર હુમલા બાદ ઈશુદાન ગઢવીએ આ સ્ફોટક નિવેદન આપ્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) જોરશોરથી પોતાનું કદ વધારવા તરફ આગળ વધારી રહી છે, એની સાથે રાજકીય યુદ્ધ પણ શરૂ થઈ ચૂક્યું છે. હવે આ જંગ લોહિયાળ બનવા લાગ્યો છે. સુરતમાં મંગળવારે રાત્રે AAP દ્વારા યોજવામાં આવેલા ગણેશોત્સવમાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાનું માથું ફૂટતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હુમલા અંગે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા મનોજ સોરઠિયાની હત્યાનો પ્લાન કરવામાં આવ્યો હતો. અમારા પ્રદેશ ગોપાલ ઇટાલિયા અને મારા સહિતના નેતાઓની પણ હત્યા કરાવવાનો પ્લાન હોઈ શકે છે.
‘ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો’
ઇસુદાન ગઢવીએ વધુમાં આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે સુરતમાં પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા આપ કા રાજા નામના અમારા પંડાલ પર ગયા ત્યારે ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો. મનોજભાઈ સમજે એ પહેલાં જ માથામાં પાઇપ મારી છે. અત્યાર સુધીમાં ભાજપના ગુંડાઓએ 8 નેતા પર હુમલા કર્યા છે. ભાજપ લુખ્ખા-લફંગા અને ગુંડાઓની પાર્ટી છે. ભાજપનો બે-ચાર હત્યા કરાવવાનો પ્લાન છે.