Published by : Anu Shukla
- લગભગ 1.1% જેટલો થયો વધારો
- ગયા વર્ષે ડિસેમ્બરમાં જ કંપનીએ કહ્યું હતું કે ગાડીઓની વધતી જતી માંગને જોઇને તેઓ તેમના વાહનોના ભાવમાં વધારો કરશે.
દેશની સૌથી મોટી કાર નિર્માણ કરતી કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લીમીટેડે નવા વર્ષના પહેલા જ મહિનામાં એક મોટો ઝટકો આપ્યો છે. ગત 16 ડિસેમ્બરે મારુતિ સુઝુકીએ તેના બધા જ મોડલોની કિંમતમાં લગભગ 1.1% જેટલો વધારો કરવાની જાહેરાત કરી હતી. આ પહેલા કંપનીએ એપ્રિલ 2022માં ગાડીઓની કિંમત વધારવાનો નિર્ણય કર્યો હતો.
ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ કંપનીએ કહ્યું હતું કે ગાડીઓની વધતી જતી ડિમાન્ડને ધ્યાનમાં લેતા તેના પ્રભાવને ઓફસેટ કરવા માટે થઈને વાહનોના ભાવમાં વધારો કર્યો છે. તે સાથે જ સોલીડ કાર્બન ઈમર્સન સ્ટાન્ડર્ડના અનુરૂપ જે મોડલ છે તેના રેંજને અપડેટ કરવાનું કામ કરશે , જે એપ્રિલ 2023થી લાગુ થશે.
મારુતિ સુઝુકીએ એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું છે કે દરેક મોડલના ભાવમાં લગભગ 1.1% જેટલો વધારો થશે. આ ટકાવારીની કિંમતને દિલ્હીના મોડલોની શો-રૂમ કિંમતના આધાર પર ગણવામાં આવ્યો છે જે દરેક રાજ્યમાં અલગ અલગ હોઈ શકે છે. આ નવી કિંમતો આજથી એટલે કે 16 જાન્યુઆરીથી લાગુ થઈ જશે.