Published by : Vanshika Gor
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને હવે જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રચાર માટે નરેન્દ્ર મોદી આજથી શરૂઆત કરશે. કર્ણાટકમાં બીજેપી સરકાર શક્ય બને તેટલા પ્રયત્ન કરશે આ દરમિયાન પીએમ મોદી બે દિવસમાં છ રેલીઓ અને બે રોડ શો કરશે.
આ સિવાયના બીજેપીના સ્ટાર પ્રચારક અમિત શાહ, જે.પી. નડ્ડા, રાજનાથ સિંહ,શિવરાજ સિંહ ચૌહાણ અને યોગી આદિત્યનાથ પણ પોતાનું જોર લગાવશે. ચૂંટણીમાં જોવાનું રહેશે કે કર્ણાટકમાં બીજેપીના પ્રચારથી કેટલી હદ સુધી લોકોને પોતાની પાર્ટીને વોટ આપવા માટે રાજી કરી શકે છે.પીએમ મોદી આજે એટલે કે શનિવારે બે દિવસના પ્રવાસે કર્ણાટક પહોંચી રહ્યા છે પીએમ મોદી પોતાના કાર્યક્રમ અનુસાર શનિવારે સવારે 11:00 વાગે હુમનાબાદ પહોંચશે પછી બપોરે 1:00 વાગે વિજયપુરા અને બપોરે 2:00 વાગે રેલી સંબોધિત કરશે આ સાથે જ પીએમ મોદી બેંગ્લોર પણ જશે અને તેઓ ત્યાં મેગા રોડ શો કરશે.