બીજી મા સિનેમા : ઋષિ દવે
Published By : Aarti Machhi
સિનેમા લવર્સ ડે નિમિત્તે શુક્રવાર, તારીખ 31મી મે વર્ષ 2024ના મલ્ટિપ્લેક્ષમાં ફિલ્મ માત્ર રૂપિયા 99માં બતાવવામાં આવી, આ ઓફરનો આર.સી.સી. સિનેમા લવર્સએ લાભ લીધો અને જોઈ ‘મીસ્ટર એન્ડ મીસીસ માહી’.
મહિમા ઉર્ફે માહી (જાન્હવી કપૂર) ફિલ્મમાં ડોક્ટર, જે મહોલ્લા ક્રિકેટ રમતી, ચોગ્ગા, છગ્ગા ફટકારતી. એના પિતા (પુરણેન્દુ ભટ્ટાચાર્ય) દીકરીને કડકાઇથી ડોક્ટર બનાવે. ફિલ્મનો હીરો મહેન્દ્ર અગ્રવાલ ઉર્ફે માહી (રાજકુમાર રાવ) સ્પોર્ટ્સના સામાન એવોર્ડ્સ, વેચવાનો શોરૂમમાં કાઉન્ટર સંભાળે. પિતા (કુમુદ મિશ્રા) નંબર વન સેલ્સમેન.
એમનો બીજો પુત્ર (સોનલ ગોર તિવારી) શામ,દામ, દંડ અને ભેદ અપનાવી બની બેઠેલો એક્ટર. મહેન્દ્રને મન ક્રિકેટ એ જ જીવન. શ્રેષ્ઠ બેસ્ટમેન બનવા દિવસ રાત મહેનત કરે પણ ગ્રહણના દિવસે સાપ નીકળે એમ બે ડગલાં નસીબ છેટું રહે અને ક્રિકેટની ટીમમાં પસંદગી ન પામે. આવી પરિસ્થિતિમાં એ જે છે તેનો એકરાર ડોકટર માહી સમક્ષ કરે અને બંનેના લગ્ન થાય. મીસ્ટર માહી કટોકટીના સમયે એની ક્રિકેટ ટીમને જીતાડી ન શકે અને બધાના ગુસ્સાનો ભોગ બને. નાસીપાસ થયેલા મીસ્ટર માહીને ક્રિકેટરના બદલે કોચ થવાની ઓફર એના કોચ (રાજેશ મિશ્રા) આપે. મનોમંથન બાદ એ કોચ બનવાનું સ્વીકારે અને ડોક્ટર પત્ની માહીને સ્ટેથસસ્કોપ અને ઇન્જેક્શનની સીરીન છોડી બેટ ઉગામી આત્માનો અવાજ સાંભળવા પ્રેરે. મીસીસ માહી ડોક્ટરી છોડી ક્રિકેટર બને. મીસીસ માહીની પ્રગતિનો ગ્રાફ જેમ વધે એમ મીસ્ટર માહીના અહમનો ગ્રાફ નીચો ધકેલાય. ઉગ્ર ચર્ચા, ટાટા બાય બાય. મીસ્ટર માહીની માતા (ઝરીના વહાબ)નો જીવનલક્ષી બોધપાઠ મીસ્ટર માહીને ફરી સ્ટેડિયમમાં મોકલે. મીસીસ માહીને મેચ જીતવાની ટીપ્સ આપતો મીસ્ટર માહી મીસીસ માહી રાજ્યમાંથી દેશ માટે Indian Teamમાં સિલેક્શન પામશે ? એ જોવા જલ્દી પહોંચો થિયેટરમાં.
ક્રિકેટનો ફીવર IPL પત્યા પછી ઓછો થવાનો નથી કારણ કે વર્લ્ડકપ આવી રહ્યો છે. ક્રિકેટરસિયાઓને આ ફિલ્મ જોવાની મઝા પડશે. ક્રિકેટ રમનારાને પ્લેયર, બોલર, વિકેટ કિપર, ફિલ્ડર, એમ્પાયર, કોમેન્ટેટર, કોચ, સ્પોર્ટ્સના સાધનોના શો રૂમ, સ્પોર્ટ્સ રિપોર્ટર, ન્યુઝ કવરેજ એમાં થતું એડિટિંગ કેવા પ્રશ્નો, વિવાદો, સર્જે કે રમતવીરને ક્યાંના ક્યાં પહોંચાડે તે જોવાની મઝા પડશે.
વાઇડબોલ :
સવાલ : એક ઓવરમાં કેટલા બોલ હોય છે?
જવાબ : છ
હોય યાર બકા, બોલ તો એક જ હોય એને છ વખત નાખવાનો હોય