Home News Update Nation Update મુંબઇ એશિયન ફિલ્મોત્સવમા પ્રથમવાર પાંચ ગુજરાતી ફિલ્મો દર્શાવાશે…

મુંબઇ એશિયન ફિલ્મોત્સવમા પ્રથમવાર પાંચ ગુજરાતી ફિલ્મો દર્શાવાશે…

0
  • કચ્છમાં બનેલી ફિલ્મ ‘ધાડ’થી ગુજરાતી શ્રેણીનો આરંભ થશે

મુંબઈ ખાતે 12થી 18 ડિસેમ્બર સુધી યોજાનારા 19મા એશિયન ફિલ્મ ફેસ્ટીવલમાં ‘ધાડ’ અને ‘હેલ્લારો ઉપરાંત ‘રેવા’, ‘આ છે મારું ઘર’ અને ‘૨૧મું ટિફિન’સહિતની પાંચ ગુજરાતી ફિલ્મો દર્શવાશે. કોઈપણ આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં ગુજરાતી ફિલ્મોનો એક અલગ વિભાગ તરીકે સમાવેશ કરવામાં આવ્યો હોય એવી આ પ્રથમ ઐતિહાસિક ઘટના છે. કચ્છમાં ફિલ્માવાયેલા ‘ધાડ’ ચલચિત્ર સાથે ફિલ્મોત્સવનો આરંભ કરાશે.
ગુજરાતી વિભાગના સંયોજક સુભાષ છેડાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે,ભારત ઉપરાત ઈરાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશોની 30 જેટલી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસંશા પામેલી ફિલ્મો આ ઉત્સવમાં દર્શાવવામાં આવશે. ગુજરાતી ફિલ્મ શ્રેણીનો આરંભ 13મી ડિસેમ્બરે પરેશ નાયક દિગ્દર્શિત ‘ધાડ’ના શોથી થશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version