Home News Update Nation Update મુંબઈના ડબ્બાવાળાઓનું ગૌરવ… કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક પ્રસંગના મહેમાન બનશે…

મુંબઈના ડબ્બાવાળાઓનું ગૌરવ… કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક પ્રસંગના મહેમાન બનશે…

0

Published by : Rana Kajal

  • કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક પ્રસંગના મહેમાન બનશે…

રાણી એલિઝાબેથને કોલ્હાપુરી સેન્ડલ અને સોનેરી સાડી ભેટ આપી હતી…મુંબઇના ડબ્બાવાળાઓની પ્રસિદ્ધિ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. ખાસ કરીને તેમનું મેનેજમેન્ટ અને ડબ્બાની વિતરણ વ્યવસ્થાના કારણે નિષ્ણાતો મુંબઈના ડબ્બાવાલાઓની પ્રશંસા કરી રહ્યા છે. પ્રિન્સ ચાર્લ્સ પણ મુંબઇના ડબ્બાવાળાઓના મેનેજમેન્ટ થી પ્રભાવિત થતા તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એટલું જ નહિ પરંતું પ્રિન્સ ચાર્લ્સના લગ્ન થયા ત્યારે બે ડબ્બાવાળા ઓને ખાસ નિમંત્રણ પાઠવ્યું હતું. હવે આવનાર શનિવારે બ્રિટનમાં યોજાનારા કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક કાર્યક્ર્મમાં પણ ઉપસ્થીત રહેવા મુંબઈના ડબ્બા વાળા ઓના પ્રતિનિધિને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અત્રે નોંધવુ રહ્યું કે ભૂતકાળમાં મુંબઈના ડબ્બાવાળા ઓએ બ્રિટનની રાણી એલિઝાબેથને કોલ્હાપુરી સેન્ડલ અને સોનેરી સાડી ભેટ આપી હતી

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version