- પોલીસને આ તપાસમાં સુસાઇડ નોટ પણ મળી આવી…
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા વેપારીએ મુંબઈના વેપારી ગૌતમ ચૌહાણને લીધે આત્મહત્યા કરી છે.પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ આસારામ નગરમાં રહેતો 32 વર્ષીય હિરેન ગોપાલભાઈ પાઘડાળ ઉધનામાં પ્લાસ્ટિકના માલ સામાનનો હોલસેલનો વેપાર કરે છે. તેમણે ગતરોજ પોતાના જ પ્લાસ્ટિકના ગોડાઉનમાં છતના હુક સાથે દોરી બાંધી આપઘાત કરી લીધો હતો. જો કે ઘટનાની જાણ પોલીસને થતા જ ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં સુસાઇડ નોટ મળી
પોલીસને કાર્યવાહી દરમિયાન સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં એમ લખ્યું હતું કે, આ ગૌતમ મુંબઈમાં 25 લાખ જેવી રકમ ન આપતાં હું ફસાઈ ગયો છું. એટલે હું આત્મહત્યા કરી રહ્યો છું. હાલ ઉધના પોલીસે મૃતક હિરેનનો મોબાઇલ અને સુસાઇડ નોટના આધારે તપાસનો ધામધમાટ શરૂ કર્યો છે. પોલીસે આ મામલે મુંબઈના વેપારી ગૌતમ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)