Home News Update Crime મુંબઈની ઈરાની ગેંગની અનોખી ગુનો કરવાની પદ્ધતિ…

મુંબઈની ઈરાની ગેંગની અનોખી ગુનો કરવાની પદ્ધતિ…

0

Published By : Parul Patel

  • નકલી પોલીસ બની વડીલોને આગળ અછોડા તોડવાના બનાવ બન્યા છે…એમ જણાવી દાગીના પડાવી લેતા….
  • સુરત પોલીસે ચાર આરોપી ઝડપ્યા…
  • ભરૂચના એક ગુનાની પણ કરેલ કબુલાત…

તાજેતરમાં સુરત પોલીસે ઈરાની ગેંગના ચાર આરોપીઓ ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓએ જુદા જુદા ગુનાઓની કબુલાત કરી છે. જેમાં ભરૂચ જિલ્લામાં બનેલ એક ગુનાનો પણ સમાવેશ થાય છે.

ઈરાની ગેંગની ગુનો કરવાની પદ્ધતિ જોતા મોટા ભાગે આ ગેંગના સાગરીતો સ્પોર્ટ્સ બાઈક પર આવતા હોય છે. જે વૃધ્ધો હોય તેમને ટારગેટ બનાવે છે. ઈરાની ગેંગના સાગરીતો વૃધ્ધો પાસે જઈ પોતે પોલીસ છે, તેવી બોગસ ઓળખ આપી એમ જણાવે છે કે આગળ હાર આંચકી લેવાના બનાવ બની રહ્યા છે એમ જણાવી વૃધ્ધો પાસે દાગીના પડાવી લેતા હોય છે.

સુરત પોલીસે ઈરાની ગેંગના અલિયા સૈયદ, મોહમદ સૈયદ, રાજી જાફરી, જાફર સૈયદ તમામ રહે મુંબઇને ઝડપી પાડેલ છે. તેમની પાસે રૂ 13.26 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને મોટર સાયકલ મળી કુલ રૂ 15.96 લાખનો મુદ્દામાલ જપ્ત કરેલ છે. આરોપીઓએ સુરત, ભરૂચ, અમદાવાદ, વલસાડ, નવસારી, ગાંધીનગર, સાબરકાંઠા વગેરે વિસ્તારોમાં ગુના કર્યા હોવાની કબૂલાત કરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version