Published by: Rana kajal
મુંબઈ ઈન્ડિયન્સે વુમેન્સ પ્રીમિયર લીગના પહેલી સિઝન માટે ટીમની જર્સી લોન્ચ કરી દીધી છે. મુંબઈ ઈન્ડિયન્સે આજે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને મહિલા પ્રીમીયર લીગની આગામી સિઝન માટે પોતાની જર્સી લોન્ચ કરી છે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મુંબઈની ટીમ 4 માર્ચના રોજ ગુજરાત જાયન્ટ્સ સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.
મુંબઈ ઈન્ડિયન્સના કોચિંગ સ્ટાફની વાત કરીએ તો ટીમમાં ઝુલન ગોસ્વામી (ટીમ મેન્ટર અને બોલિંગ કોચ), શાર્લેટ એડવર્ડ્સ (હેડ કોચ) અને દેવિકા પલશિકાર (બેટિંગ કોચ) છે. મુંબઈ ઈન્ડિયન્સે ઓક્શનમાં ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને 1.80 કરોડ રૂપિયામાં ખરીદી હતી. જ્યારે ઇંગ્લેન્ડની ઓલરાઉન્ડર નેટ સાઇવરને 3.20 કરોડ રૂપિયામાં ખરીદી હતી.
વુમેન્સ પ્રીમિયર લીગની તમામ મેચો મુંબઈના ડીવાય પાટીલ અને બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત જાયન્ટ્સ, યુપી વોરિયર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સની ટીમ ભાગ લઇ રહી છે.
વુમન્સ પ્રીમિયર લીગ 2023 માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ:
હરમનપ્રીત કૌર, નેટ સિવર, એમિલિયા કાર, પૂજા વસ્ત્રાકર, યસ્તિકા ભાટિયા, દારા ગુજરાલ, સૈકા ઈશાક, હેલી મેથ્યુસ, ક્લો ટ્રિઓન, હુમૈરા કાજી, હીથર ગ્રેહામ, ઈસાબેલ વોંગ, અમનજોત કૌર, પ્રિયંકા બાલા, સોનમ યાદવ, નીલમ બિષ્ટ અને જીંતામણિ કલિતા.