Home News Update Nation Update મુંબઈ એરપોર્ટ પરથી રૂ.50 કરોડની કિંમતનું હેરોઈન જપ્ત…

મુંબઈ એરપોર્ટ પરથી રૂ.50 કરોડની કિંમતનું હેરોઈન જપ્ત…

0

ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રૂા. 50 કરોડની કિંમતના 7.9 કિલો હેરોઇન સાથે ઝિમ્બાબ્વેના બે જણની ધરપકડ કરી છે. આરોપીમાં મહિલાનો સમાવેશ છે, એમ એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. ડીઆરઆઇની મુંબઈ ઝોનલ યુનિટે શુક્રવારે માહિતીના આધારે એરપોર્ટ પર આરોપીને પકડવા છટકું ગોઠવ્યું હતું. પછી અફીસ અબાબા (ઇથોપિયા)થી આવેલા એક પુરુષ અને એક મહિલાને અટકાવ્યા હતા.

તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી. દરમિયાન ટ્રોલી બેગમાં સંતાડવામાં આવેલા લાઇટ બ્રાઉન પાવડરના પેકેટ મળ્યા હતા, એમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું. આ પાવડરની ટેસ્ટ કરતા એમાં હેરોઇન હોવાનું માલૂમ પડયું હતું. આરોપી પ્રવાસી પાસેથી જપ્ત કરાયેલા ડ્રગની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 50 કરોડ રૂપિયા છે.
બન્ને જણની નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સ્પેશિયલ કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડી આપી હતી. ડીઆરઆઇ આ કેસમાં સામેલ ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કરવા માટે વધુ તપાસ કરી રહી છે, એમ અધિકારીએ કહ્યું હતું.

તાજેતરમાં એરપોર્ટ પર કરોડો રૂપિયાના નશીલા પદાર્થની દાણચોરી કરનારા અનેક વિદેશી પ્રવાસીની ધરપકડ કરવામાં આવી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version