Published by : Rana Kajal
- મુંબઈથી ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વાપી થોભશે
- મુંબઈ-ગાંધીનગર વચ્ચેનું અંતર 5 મિનિટ ઝડપી કાપશે વંદે ભારત ટ્રેન
- મુંબઈથી 6.10 વાગ્યે ઉપડશે, ગાંધીનગર ખાતે 12.25 વાગ્યે પહોંચશે
રેલવે મંત્રાલયે મુંબઈ અને ગુજરાતની રાજધાની ગાંધીનગર વચ્ચે દોડતી સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસના સ્ટોપેજમાં ફેરફાર કર્યો છે. મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસને હવે વાપી ખાતે પણ સ્ટોપેજ આપવામાં આવ્યુ છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે 26 ઓક્ટોબર 2022થી વાપી સ્ટેશન પર ટ્રેનને સ્ટોપેજ આપવાની સાથે તેના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વાપી થોભશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વાપી સ્ટેશને 8.04 કલાકે પહોંચશે અને માત્ર બે મિનિટ રોકીને ત્યાંથી રવાના થશે. આ પછી આ ટ્રેન 9 વાગે સુરત સ્ટેશન પહોંચશે. અહીં ટ્રેનને ત્રણ મિનિટનું સ્ટોપેજ છે. આ પછી ટ્રેન વડોદરા જંકશન પર 10.13 કલાકે પહોંચશે અને 10.16 કલાકે ત્યાંથી ઉપડશે. નવા ટાઈમ ટેબલ મુજબ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ 20.15 કલાકે પહોંચશે. પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે હવે વંદે ભારત સુપર ફાસ્ટ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચેનું અંતર કાપવામાં પહેલા કરતા 5 મિનિટ ઓછો સમય લેશે.