Published By : Parul Patel
મનોજ મોદી, રિલાયન્સ રિટેલ (Reliance Retail) અને જિયો (Reliance Jio)માં ડાયરેક્ટર છે. જેમને બખૂબી એમની જવાબદારીઓ નિભાવી છે. રિલાયન્સને, છેલ્લા લગભગ ચાર દશકથી કંપનીની અંદર અને બહારની મજબૂતી આપી, કંપનીના ગ્રોથમાં સતત પોતાનું યોગદાન આપ્યું. મનોજ મોદીના અથાગ પરિશ્રમ એ મુકેશ અંબાણીના નામને અને દામમાં ચાર ચાંદ લાગ્યા છે. મનોજ મોદીને રાઈટ હેન્ડ માને છે મુકેશ અંબાણી.

મનોજને એમના કામની જવાબદારી નિભાવાની ધગસથી ખુશ થઈને અંબાણીએ ગિફ્ટમાં આપ્યું 22 માળનું બિલ્ડીંગ, કહેવાય છે કે તેની કિંમત 1500 કરોડ છે. ભલે મનોજ મોદીને કોઈ ના જાણતુ હોય, પરંતુ અંબાણી (રિલાયન્સ કંપની)ના મોટા નીર્ણય લેવામાં મનોજનો સિંહફાળો રહ્યો છે. કોઇ નવી ડીલ હોય કે પછી કંપની સાથે જોડાયેલો કોઇ અન્ય મુદ્દા, દરેક બાબતમાં મુકેશ અંબાણી માટે ભરોસા પાત્ર કોઈ હોય તો એ છે, મનોજ મોદી.
મનોજ મોદી અંબાણીના કોલેજના જમાનાના મિત્ર છે. અંબાણી અને મોદી મુંબઇના યૂનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ ટેક્નોલોજીમાં બેચમેટ હતા અને બન્ને એ કેમિકલ એન્જિનિયરિંગમાં બેચલરની ડિગ્રી પણ સાથે પ્રાપ્ત કરી હતી . સામાન્ય રીતે કોઇ મોટો નિર્ણય લેવાનો હોય ત્યારે મનોજ મોદી અને અંબાણી સાથે જોવા મળે છે. આજ જ કારણ છે કે મનોજ મોદી અંબાણીનો રાઈટ હેન્ડ કહેવાય છે.

મનોજ મોદીની કામ કરવાની રીત ખુબ નિખાલસ છે. તેઓ જણાવે છે કે તે પોતે કોઈ રણનીતિ નથી સમજતા અને દિવ્યદ્રષ્ટિ નથી ધરાવતા, પરંતુ તેઓ ટિમ વર્કમાં માને છે. ટિમ સાથે સંપર્કમાં રહીને માર્ગદર્શન આપે છે, અને આગળ વધવા માટે પ્રોત્સાહન પણ આપે છે. આ બધી ખૂબીઓને લઈને તે અંબાણીના ચાહિતા છે. મનોજ મોદી ખરેખર એમની કામ કરવાની વૃત્તિને લીધે ભેટ મેળવવાને પાત્ર છે.