Published by : Rana Kajal
ગુજરાતના પાટનગરમાં આજે સીએમના અધ્યક્ષમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ બેઠકમાં કોરોનાના નવા વેરિયેન્ટ અને 100 દિવસની સરકારના એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે. ગુજરાતના સીએમ ગઈકાલે જ દિલ્હી ખાતે ગયા હતા અને ત્યાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની સાથે મુલાકાત કરી હતી. સીએમના દિલ્હી પ્રવાસના કારણે ગઈકાલે આ બેઠક યોજાઈ શકી ન હતી. આજે હવે આ બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ છે. વિશ્વમાં વધી રહેલા કોરોના કોસોને ધ્યાનમાં રાખીને આ બાબતે પણ બેઠકમાં મુદ્દાઓ ચર્ચાઈ શકે છે અને તે અંગે સરકાર કોઈ નિર્ણય પણ કરી શકે છે. બીજી તરફ આગામી 100 દિવસના સરકારના એજન્ડાની પણ ચર્ચા કરવામાં આવશે. ગુજરાત સરકારની આ નવી સરકાર રચાયા બાદ પ્રથમ કેબિનેટ બેઠક યોજાશે.
આ ઉપરાંત આજે સીએમ ભુપેન્દ્ર પટેલ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા બાદ આજે પ્રજાની રજુઆતો પ્રત્યક્ષ સાંભળશે. સી.એમ ભુપેન્દ્ર પટેલ બપોરે 3 કલાકે મુખ્યમંત્રી સ્વર્ણિમ સંકુલ- 2 ખાતે યોજાનારા આ કાર્યક્રમ માટે ઉપસ્થિત રહેશે અને પ્રજાઓની રજુઆત સાંભળશે. આ નવી સરકાર બની ત્યારબાદ પ્રથમ સ્વાગત કાર્યક્મ છે. આ કાર્યક્રમની શરુઆત પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રૂ એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી પંરપંરાને મુખ્યમંત્રીએ પણ ચાલુ રાખી છે.