Published By:-Bhavika Sasiya
- દેશના સામાન્ય નાગરિકોનો અવાજ બનવા જજો અને વકીલોને સલાહ
- દેશના મુખ્ય ન્યાયાધીશે ખુબ મહત્વની સલાહ અને સૂચન આપતા જણાવ્યું છે કે મનમાની ધરપકડો કે ગેરકાયદે તોડફોડની સામે પગલાં લેવા એ જજોની ફરજ છે.
- સુપ્રીમ કોર્ટના સંકુલમાં બાર કાઉન્સિલ તરફથી સ્વતંત્રતા દિવસ પર કાર્યક્રમ નું આયોજન
- ન્યાયિક પાયાના માળખામાં સુધારા માટે કામ કરવામાં આવી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે જજોને અને વકીલોને સલાહ આપી હતી કે જે લોકોની મનમાની રીતે ધરપકડ કરવામાં આવે છે અથવા તો ગેરકાયદેસર રીતે તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવે છે કે ડિમોલિશ કરવામાં આવે છે તેવા લોકોને ન્યાય પ્રણાલીમાં સહાયતા મળવી જોઈએ.
સુપ્રીમ કોર્ટના સંકુલમાં બાર કાઉન્સિલ તરફથી સ્વતંત્રતા દિવસ પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન દેશના મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે અદાલતો વ્યક્તિઓને પોતાના જીવન અને આઝાદીની સુરક્ષા માટે એક સુરક્ષિત લોકશાહી સ્થાન પ્રદાન કરે. જો કે ડી.વાય. ચંદ્રચૂડે કોઈ ઘટનાનો ઉલ્લેખ કર્યો ન હતો. ચીફ જસ્ટિસે આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં નવી અદાલતો ખોલવાના સંદર્ભમાં મહત્ત્વની જાણકારી પણ આપી હતી. તેમણે નાગરિકોને માટે ન્યાયને વધારે સુલભ, સમાવેશી અને વાજબી બનાવવા માટે તમામ અવરોધોને ખતમ કરવાનો વાયદો કર્યો હતો અને જણાવ્યું હતું કે ન્યાયિક પાયાના માળખામાં સુધારા માટે કામ કરવામાં આવી રહ્યું છે અને તે દિશામાં સુપ્રીમ કોર્ટના સંકુલમાં 27 નવી અદાલતોનું નિર્માણ થઈ રહ્યું છે.